________________
૬૯૨
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
सुहझाणस्स उ नासे, मरणंपि न सोहणं जिणा बिंति ।
अन्नाणि (ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥ १०२९॥
જ્ઞાનસાર
વસ્ત્રાદિ ન રાખવામાં આવે (એટલે કે નગ્ન શરીર જો રાખવામાં આવે) તો કંઈ શરીરનો વિનાશ (મૃત્યુ) થઈ જતો નથી. તો પણ શીત-ઉષ્ણાદિ પરિષહકાલે તથા દેશમશકાદિના ઉપસર્ગકાલે ધ્યાન અવશ્ય ચલિત થઈ જાય છે. તેથી લયનની (મોરપિંછની) જેમ મુનિએ તે વસ્ત્ર અવશ્ય રાખવું જોઈએ. (૧૦૨૮)
કદાચ કોઈ પ્રશ્ન કરે કે વસ્ત્ર ન રાખીએ તો શીત-તાપાદિ કાલે ઘણી ઠંડી આદિ લાગવાથી મૃત્યુ થઈ જાય તો પણ કંઈ નુકશાન તો થતું નથી જ ને ? કારણ કે નિષ્પરિગ્રહતા નામના આત્મ-ધર્મનો ત્યાગ કરવા કરતાં પ્રાણત્યાગ કરવા એ મહાત્માઓ માટે તો કલ્યાણનો માર્ગ છે. આવા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે -
જો શુભધ્યાનનો નાશ થતો હોય (દુર્ધ્યાન આવતું હોય) તો મરણ પણ સારું નથી એમ જિનેશ્વરભગવંતો કહે છે. અજ્ઞાની પુરુષ અજ્ઞાનતાપૂર્વક કોઈ પ્રકારનું વીરતાવાળું (અથવા વસ્ત્રના ત્યાગવાળું) આચરણ કરે તો બાલજીવોને (અજ્ઞાની જીવોને) જ આશ્ચર્ય થાય છે, પણ શાસ્ત્રના જાણકાર જ્ઞાનીપુરુષોને તેવા સાહસમાં કંઈ આશ્ચર્ય થતું નથી. (૧૦૨૯)
ઉપર સમજાવ્યું તેમ શીત, આતપ અને દંશ-મશક આદિ પરિષહોનો ઉદય આવે ત્યારે આત્મતત્ત્વના ચાલતા સ્વાધ્યાયમાં (વસ્ત્રાદિ ન હોય તો) વ્યાઘાત થાય છે. તે માટે નિઃસ્પૃહતાપૂર્વક ધર્મનાં ઉપકરણોનું (વસ્ત્રાદિનું) ગ્રહણ કરવું તે સમાધિપૂર્વકની સ્થિરતાનો હેતુ છે. માટે મૂર્છા વિના મુનિને તે વસ્ત્રાદિ સંબંધી પરિગ્રહતા કહેવાતી નથી. વસ્ત્રાદિ હોતે છતે પણ સ્પૃહા ન હોવાથી નિષ્પરિગ્રહી જ છે. મૂર્છા એ પરિગ્રહ છે. વસ્ત્રાદિનું હોવું તે પરિગ્રહ નથી.
વસ્ત્રાદિ પુદ્ગલનું અને જીવનું એક ક્ષેત્રમાં હોવું તે પરિગ્રહ નથી (જીવ શરીર ઉપર વસ્ત્રાદિ ધારણ કરે, એકક્ષેત્રાવગાહી બને તેટલા માત્રથી પરિગ્રહતા બની જતી નથી), પરંતુ આત્માની જે ચેતનાશક્તિ છે તે ચેતનાશક્તિ જ્યારે વસ્ત્રાદિના રાગ-દ્વેષાદિ વિકારીભાવે પરિણત થાય છે અને તેવા પ્રકારના રાગાદિ ભાવના પરિણામપૂર્વક વસ્ત્રાદિનું પરિગ્રહણ કરે છે ત્યારે તે ચેતનાને પરિગ્રહતા કહેવાય છે. બાકી ઉપકરણો તો તત્ત્વની સાધનામાં નિમિત્તમાત્ર છે, પરિગ્રહ નથી. જેમ અરિહંત પરમાત્માનો સંસર્ગ‚ ગુરુભગવંતનો સંસર્ગ આત્મ-સાધનામાં નિમિત્તમાત્ર છે તેમ આત્મા જો પોતાના સ્વરૂપમાં જ લીન હોય છે અને વસ્ત્રાદિ પરદ્રવ્ય પ્રત્યે રાગાદિ-મોહ કરતો નથી તો તે વસ્ત્રાદિના પુદ્ગલસ્કંધો પણ જીવને બાધા કરતા નથી. પરંતુ સ્વસાધનાનું નિમિત્ત બને છે. જો આમ ન સમજીએ અને પુદ્ગલના સંસર્ગને જ બાધક માની