________________
૭૬૨
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર તેઓને સાવદ્ય એવી દ્રવ્યપૂજા હોતી નથી. પરંતુ ગૃહસ્થ જીવ સાંસારિક વ્યવહારોમાં સાવદ્યયુક્ત હોવાથી પરિણામની નિર્મળતા માટે અને ભાવ પૂજાની પ્રાપ્તિ માટે તેના સાધનભૂત એવી સાવદ્ય દ્રવ્યપૂજા કરે છે. તે દ્રવ્યપૂજાની ઉપસ્કાર રૂપ (સામગ્રી સ્વરૂપ) સ્નાનાદિ જે જે વસ્તુઓ છે તેનો ભાવપૂજાના સ્વરૂપની ભાવનામાં ઉપચાર કરવા રૂપ આ અષ્ટક છે.
ત્યાં ગૃહસ્થ જીવ સંસાર સંબંધી અનેક પ્રકારના ભારથી (બોજાથી) પીડા પામેલો નિરંતર ચિંતામગ્ન જ હોય છે. તેમાંથી ક્યારેક નિર્વિકાર આનંદની લહરીઓ સ્વરૂપ એવી (અર્થાત્ મોહના વિકારજન્ય નહીં પણ પોતાના આત્માના ગુણોના અનુભવરૂપ આનંદની લહરીઓ વાળી એવી) પરમાત્માની મુદ્રાને (પ્રભુ-મૂર્તિને) જોઈને પ્રાપ્ત થયો છે વૈરાગ્ય જેને એવો અને ભાવથી ઉગી બનેલો એવો ગૃહસ્થ સર્વ પ્રકારનું અવિરતિમય સંસારી જીવન ત્યજવાની અભિલાષાવાળો થયો હોય પણ જ્યાં સુધી સર્વત્યાગ ન કરી શકે ત્યાં સુધી પરમ સંવરરૂપ (સર્વથા કર્મનો આશ્રવ નથી જેમને એવા) શ્રી વીતરાગ પરમાત્માની ઉત્તમભક્તિ કરવા પૂર્વક જલ-ચંદન-પુષ્પ આદિ દ્રવ્યો દ્વારા પ્રથમ દ્રવ્યપૂજા કરે છે.
જે પોતાના મનયોગ, વચનયોગ અને કાયયોગ સંસારી ભાવમાં-મોહમાયામાં પ્રવર્તે છે એટલે કે હાલ અશુભમાં પ્રવર્તે છે. તથા ઘરબારી હોવાથી પરિવાર સાથે અને ધનધાન્યાદિ સામગ્રી સાથે મમતા-મૂછ-આસક્તિ આદિમાં પણ છે. આ અશુભ યોગની પ્રવૃત્તિ અને ધન-ધાન્યાદિની મમતા આદિ પાપોનો સર્વથા ત્યાગ કરવાને માટે જ્યાં સુધી અસમર્થ છે ત્યાં સુધી હાલ પ્રથમ પરાવૃત્તિ કરે છે. એટલે કે જે યોગો અને પરિગ્રહાદિ, અશુભ કાર્યમાં જોડ્યા છે તેને બદલીને તે સર્વે પણ યોગો અને પરિગ્રહાદિને તીર્થંકર પરમાત્માની ભક્તિમાં પ્રયુંજે છે. અશુભમાંથી શુભમાં જોડે છે. જો કે આ યોગોનો અને પરિગ્રહાદિકનો સર્વથા ત્યાગ જ કરવાનો છે. પણ જ્યાં સુધી સર્વથા ત્યાગ કરવો શક્ય નથી ત્યાં સુધી તેનો અશુભમાંથી શુભમાં બદલો કરે છે. જેમકે સ્નાનક્રિયા સાવદ્ય હોવાથી સર્વથા ત્યજી દેવી છે, પણ જ્યાં સુધી સર્વથા ન ત્યજાય ત્યાં સુધી શરીરની શોભા અને ટાપટીપ માટે આ જીવ જે સ્નાન કરતો હતો તે ત્યજીને માત્ર તીર્થંકર-પરમાત્માની પૂજા-સેવા કરવા રૂપ ભક્તિ માટે જ સ્નાન કરે છે. આમ સ્નાનક્રિયાનો બદલો કરે છે તેમ સર્વત્ર જાણવું. સર્વત્યાગ ન થાય ત્યાં સુધી અશુભમાંથી શુભમાં આવવું તે પ્રથમ-પરાવૃત્તિ છે.
ત્યારબાદ આ આત્મા જેમ જેમ પોતાના ગુણોમાં પરિણામ પામે છે. એટલે કે તીર્થંકર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં સ્વગુણોની રમણતા આવે છે. તેમ તેમ વધારે વધારે પોતાના ગુણોનો આવિર્ભાવ કરવામાં સાધનભૂત એવી ક્ષયોપશમભાવના ગુણોની વિશિષ્ટ રમણતા રૂપ ભાવપૂજા કરે છે. તે ભાવપૂજા હવે સમજાવાય છે. આ પૂજા પોતાના