________________
૭૭૨ ભાવપૂજાન્ટક – ૨૯
જ્ઞાનસાર સાથે એકમેકતા સાધવામાં જ વીર્યની પ્રવૃત્તિ કરવી. આવી પ્રવૃત્તિ કરનારો ભવ્ય આત્મા ઘણી મહેનત વિના સહેજે સહેજે પોતાના આત્માના ગુણોનો વિકાસ સાધે છે. આવા સહજયોગને સામર્થ્યયોગ કહેવાય છે. //પા
स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ॥६॥
ગાથાર્થ :- આત્મદશાના અનુભવ રૂપી સ્કુરાયમાન મંગલ દીપક પરમાત્માની સામે સ્થાપન કર, તથા મન-વચન-કાયાના યોગોને આત્મસાધનામાં જ પ્રવર્તાવવા રૂપ નૃત્ય કરવામાં તું તત્પર થા અને ધારણા, ધ્યાન અને સમાધિ રૂપ ગીત, નૃત્ય અને વાજીંત્ર એ ત્રણેની એકતા રૂપ સંયમવાળો તું થા. દા.
ટીકા :- રત્નતિ – પુનઃ રત્ - રેતીથમને વી-સર્વદ્રવ્યभावोपद्रवमुक्तं दीपं-भावप्रकाशम् अनुभवं - स्पर्शज्ञानमात्मस्वभावास्वादनयुक्तं ज्ञानम् पुरः-अग्रे स्थापय, योगा: - मनोवाक्कायरूपास्तेषां साधनप्रवर्तनरूपं नृत्यं (ताण्डवं) तत्र तत्पर: सोद्यमः सन् परमाध्यात्मधारणा-ध्यान-समाधिरूपसाधनयोगाङ्गपरिणमनरूपतूर्यादिपूजात्रयमयो भव ।
इत्यनेन आभ्यन्तरपूजया तत्त्वानन्दमयं स्वचैतन्यलक्षणं स्वात्मानं तद्रूपं कुरु ।
વિવેચન :- દ્રવ્યપૂજામાં આરતિ ઉતાર્યા પછી મંગલદીપ કરવાનો વ્યવહાર છે. તે પ્રમાણે ભાવપૂજામાં પણ આત્માના ગુણોની રમણતાના આનંદનો જે અનુભવ થાય છે તે અનુભવ એ જ્ઞાનાત્મક હોવાથી પ્રકાશાત્મક છે. માટે જાણે મંગલદીપક જ હોય શું? એમ સમજીને અનુભવને દીપકની ઉપમા આપીને સમજાવે છે -
સર્વ પ્રકારના બાહ્ય દ્રવ્ય ઉપદ્રવો અને અભ્યત્તર (મોહ અને અજ્ઞાનજન્ય) ભાવ ઉપદ્રવોથી સર્વથા મુક્ત એવું તથા આત્મતત્ત્વના આસ્વાદનથી યુક્ત એવું અર્થાત્ આત્મતત્ત્વનો સ્પષ્ટ સ્પર્શ જેમાં થયો છે તેવું ભેદજ્ઞાનના સ્પર્શજ્ઞાનવાળું ભાવપ્રકાશાત્મક જે અનુભવજ્ઞાન છે તેને આત્મારૂપી પરમાત્માની સામે સ્થાપન કર. આ આત્મામાં અનુભવજ્ઞાન એવું જોડ કે જેનાથી તારો પોતાનો આત્મા જ પરમાત્મા બને.
પરમાત્માની સામે દ્રવ્યપૂજામાં જેમ સ્કુરાયમાન મંગલદીપ કરાય છે. તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્મા રૂપી પરમાત્માની સામે આત્મતત્ત્વના સ્પર્શવાળો ભેદજ્ઞાનયુક્ત વૈરાગ્યમય અનુભવ પ્રાપ્ત કર અર્થાત્ તે અનુભવ પ્રાપ્ત કરવા રૂપી મંગલદીપ સ્થાપન કર.