________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
યથાર્થતત્ત્વનિર્ણય કર્યો જ હોવો જોઈએ. મત-મતાંતર કે પક્ષ-પ્રતિપક્ષ જેવું કંઈ રહેલું હોવું જોઈએ જ નહીં, પણ આવું નથી. માટે અતીન્દ્રિય પદાર્થો તર્કગમ્ય નથી, શ્રદ્ધાગમ્ય છે. સમ્મતિતર્ક પ્રકરણ નામના ગ્રંથમાં પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ ત્રીજા કાંડની ૪૩-૪૪-૪૫ ગાથામાં કહ્યું છે કે -
दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ य अहेउवाओ, भवियाऽभवियादओ भावा ॥४३॥ વિઞો સમ્મદંતળ-બાળ-વૃત્તિ-પલિવત્તિસંપનો । णियमा दुक्खंतकडोत्ति, लक्खणं हेउवायस्स ॥४४॥
जो वायपक्खम्मि, हेउओ, आगमे य आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अन्नो ॥ ४५ ॥
606
ધર્મતત્ત્વનું જ્ઞાન બે પ્રકારે હોય છે. એક અહેતુવાદ (શ્રદ્ધામાત્રથી ગમ્ય) અને બીજો હેતુવાદ (તર્કથી ગમ્ય). ત્યાં આ જીવ ભવ્ય છે અને આ જીવ અભવ્ય છે. આ વિષય અહેતુવાદનો છે અર્થાત્ પરમાત્માના વચનોની શ્રદ્ધામાત્રથી જ ગમ્ય છે. ૪૩ના
જે ભવ્ય હોય તે જ જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર પ્રાપ્ત કરીને નિયમા ભવદુઃખના ક્ષયને કરનારો થાય છે. આ વિષય તર્કવાદનો છે. ૪૪
જે આત્મા તર્કગમ્ય પદાર્થોને તર્કથી જાણે છે અને શ્રદ્ધાગમ્ય પદાર્થોને શ્રદ્ધાથી જાણે છે તે જ સાચો જૈનશાસનનો પ્રજ્ઞાપક છે. પણ જે તર્કગમ્યમાં શ્રદ્ધા લગાવે છે અને શ્રદ્ધાગમ્યમાં તર્ક લગાવે છે તે જૈન સિદ્ધાન્તનો વિરાધક આત્મા છે. ૪૫।।
ઉપરની ચર્ચાથી સમજાશે કે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં સેંકડો યુક્તિ-સમૂહ લગાવીએ તો પણ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવો શક્ય નથી. તે માટે અતીન્દ્રિયવિષયના જે જ્ઞાની પુરુષો છે તે મહાત્માઓના વચનોનું એટલે કે સર્વજ્ઞ મહાત્માઓના વચનોનું શરણું લેવું જોઈએ. સર્વજ્ઞ પરમાત્મા ઉપરની શ્રદ્ધાથી સાચું તત્ત્વ સ્વીકારવું જોઈએ. આ રીતે સર્વજ્ઞ પરમાત્માના વચનોનો આશ્રય લઈને ધર્માસ્તિકાયાદિ તમામ અરૂપી દ્રવ્યો અને પુદ્ગલાસ્તિકાય નામનું રૂપી દ્રવ્ય મારા આત્મદ્રવ્યથી ભિન્નદ્રવ્ય છે આમ સમજીને પરદ્રવ્યોનું પરદ્રવ્ય રૂપે ચિંતન-મનન કરવાના કાલે અને આત્મદ્રવ્ય ચેતન છે, અરૂપી છે, શેષદ્રવ્યોથી ભિન્નદ્રવ્ય છે ઈત્યાદિ ચિંતન મનન કરવાના કાલે સાચું સ્વદ્રવ્ય શું ? અને સાચું પરદ્રવ્ય શું ? તેનો યથાર્થ બોધ પ્રગટ થાય છે.
આ રીતે યથાર્થ સ્વ-પરના ભેદનો વિવેક જાગવાથી જે જે પરદ્રવ્ય છે તે તે પરદ્રવ્યો