________________
૮૨૨ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર છે. તેમાં જીવનો પોતાનો શું દોષ? જેમ ચંડકૌશિકના જીવને પૂર્વે બાંધેલા ક્રોધમોહનીય કર્મના ઉદયથી ક્રોધીપણું આવ્યું, તેમાં તે જીવનો શું દોષ? શા માટે દ્વેષ કરવો જોઈએ? શાલિભદ્રના જીવે મુનિને ઉમદાભાવથી ખીર વહોરાવી પુણ્ય બાંધ્યું, તે પુણ્યના ઉદયથી ૯૯ પેટીઓ ધનની આવતી હતી તેમાં રાગ કરવા જેવો શું છે? એમ સર્વે જીવો કર્માધીન છે કર્મોના ઉદયથી સારા-ખરાબ બને છે જીવોનો બીચારાઓનો શું દોષ? રાગ અને દ્વેષ ક્યાં કરવા જેવો છે ? ક્યાંય કરવા જેવો નથી.
તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ પરિણામી છે, ભિન્ન ભિન્ન વર્ણ-ગંધ-રસ અને સ્પર્શમાં પરિણામ પામે છે. ક્યારેક શુભ અને ક્યારેક અશુભ વર્ણાદિ ભાવે પરિણામ પામે, આવા પ્રકારનું પરિવર્તન પામવું એ પુદ્ગલદ્રવ્યનો પારિણામિક સ્વભાવ છે આમાં શું રાગ કરવા જેવો ? અને શું ષ કરવા જેવો? જેમ કોઈ એક નટ જુદા જુદા વેષ પહેરીને જુદાં જુદાં પાત્રો ભજવે તેમાં શું ગમાડવા જેવું? અને શું ન ગમાડવા જેવું? માટે હે જીવ! સર્વે પણ જીવો કર્મોદયને આધીન છે અને સર્વે પુલો પારિણામિકભાવને આધીન છે. તેથી રાગ-દ્વેષ કરવા જેવો નથી, સમત્વ (સમાનપણું) જ હૃદયમાં રાખવા જેવું છે.
સર્વે પણ આત્માઓના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો ક્ષયોપશમભાવના હોવાથી હાનિવૃદ્ધિવાળા છે. વધ-ઘટ થવાવાળા છે પૂર્વકાલીન ગુણો ઉત્તરકાલીન ગુણોના કારણ છે અને ઉત્તરકાલીન ગુણો પૂર્વકાલીન ગુણોના કાર્યરૂપ છે. આમ આ ગુણો કારણરૂપે અને કાર્યરૂપે ભિન્ન ભિન્ન પ્રકારે બહુજાતના પરિણામો રૂપે પરિણામ પામે છે. આ સર્વે ગુણોના પરિણામો રાગથી કે દ્વેષથી થતા નથી, દ્રવ્યનો સહજ પરિણામિક સ્વભાવ છે માટે થાય છે, એટલે રાગ અને દ્વેષના અભાવપૂર્વક દ્રવ્યમાં પારિણામિક સ્વભાવે જ અનેક પરિણામો થાય છે. તેમાં આ પરિણામ મુખ્ય છે અને આ પરિણામ ગૌણ છે આવા વિચારો કરવા તે ઉચિત નથી, કોઈ જીવ મનુષ્ય હોય કે મરીને ગધેડો થયો હોય તો આ બન્ને પર્યાયો જીવના તે તે આયુષ્યકર્મના ઉદયને આધીન થઈને બન્યા છે તેમાં મનુષ્યપર્યાય સારો અને ગધેડાનો પર્યાય ખરાબ આવી વિચારણા કરવી તે ઉચિત નથી. કારણ કે તેવા વિચારો કરવા તે ગમા-અણગમા રૂપ રાગ-દ્વેષના પરિણામ છે. જીવ દ્રવ્ય તો સ્વયં પારિણામિક ભાવવાળું હોવાથી કર્મોના ઉદય અને ક્ષયોપશમને અનુસારે પરિણામ પામ્યા જ છે. પુગલદ્રવ્ય પણ પારિણામિક ભાવવાળું હોવાથી વર્ણાદિમાં શુભાશુભ રૂપે પરિણામ પામે જ છે. તેથી તેમાં આ મુખ્ય અને આ ગૌણ છે એવી કલ્પના કરવી તે ઉચિત નથી. આ રીતે ગૌણ-મુખ્યતા રૂપ જે પરિણામ છે તેનો પરિહાર (ત્યાગ) કરીને સર્વત્ર “સમત્વ” જ રાખવું એ જ શ્રેયસ્કર છે. સારાંશ કે જીવ પોતાના ગુણ-પર્યાયોમાં અને પુદ્ગલદ્રવ્ય તેના પોતાના વર્ણાદિ