________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૩ ગુણ-પર્યાયોમાં પરિણામિક ભાવે પરિણામ પામે છે તેમાં જીવને કર્મોનો ઉદય અને ક્ષયોપશમ નિમિત્તકારણ છે અને પુગલદ્રવ્યને તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી નિમિત્તકારણ છે. ક્યાંય પદાર્થનું પરિણમન રાગ-દ્વેષથી થતું નથી તો પછી ગૌણ-મુખ્ય પરિણામ શા માટે કરવો ? માટે સમત્વ જ સાધ્ય છે.
આત્માની ત્રણ અવસ્થા છે (૧) મિથ્યાત્વાવસ્થા-બાધકાદશા-બહિરાત્મદશા-પહેલા ગુણઠાણાવાળી દશા (૨) સમ્યકત્વાવસ્થા-સાધકાવસ્થા-અન્તરાત્મદશા-ગુણસ્થાનક ચારથી બાર સુધીની દશા, (૩) કેવલી અવસ્થા, સિદ્ધદશા-પરમાત્મ દશા-તેરમા-ચૌદમા ગુણઠાણાવાળી દશા અને મુક્તદશા. આ ત્રણ અવસ્થામાંથી પ્રથમની અવસ્થા મિથ્યાત્વના ઉદયવાળી છે તેથી ત્યાં મુખ્યધર્મમાં મુખ્યપણાનો અને ગૌણધર્મમાં ગૌણપણાનો બોધ કરવાપૂર્વક એકાન્ત આગ્રહવાદ જીવને થાય છે. ગૌણ-મુખ્યનો બોધ તો છે પણ સાથે સાથે તેવા પ્રકારનો આગ્રહવિશેષ પણ છે. આ પ્રથમ અવસ્થાની વાત કહી. હવે બીજી અવસ્થા સમ્યકત્વવાળી છે. ચારથી બાર ગુણઠાણાવાળી સાધકદશા છે. અત્તરાત્મદશા છે ત્યાં સમ્યગ્દર્શન દ્વારા
જ્યાં જ્યાં જે જે ઉપકારી હોય, જરૂરી હોય, ત્યાં ત્યાં તે તે મુખ્ય અને જ્યાં જ્યાં જે જે ઉપકારી ન હોય ત્યાં ત્યાં તે તે ગૌણ, આમ ગૌણ-મુખ્યપણાનો બોધ છે પણ સાપેક્ષતાપૂર્વકનો આ બોધ હોય છે. કારણ કે અનંત અનંત પર્યાયાત્મક વસ્તુમાં બધા જ પર્યાયો પોતાના જ હોવાથી કોઈપણ એકાદ સ્વપર્યાયની મુખ્યતા કે એકાદ સ્વપર્યાયની ગૌણતા હોઈ શકતી નથી, બધા જ પર્યાયો તે વિવક્ષિત એકદ્રવ્યના જ છે. કોને ગૌણ કહેવા? અને કોને મુખ્ય કહેવા? માટે કાર્યસાધકતાની દૃષ્ટિએ સાપેક્ષતાપૂર્વક ગૌણ-મુખ્યનો બોધ હોય છે. તેથી જ તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
છઘસ્થજીવોને ક્ષાયોપથમિક જ્ઞાન હોય છે અને ક્ષયોપશમભાવના જ્ઞાન વડે સર્વધર્મોનો (સર્વપર્યાયોનો) એકસમયમાં એકી સાથે બોધ થવો દુર્લભ છે. અસંખ્યાત સમયો સુધી એક ઉપયોગ ચાલે છે, તે પણ વસ્તુના અનંતધર્મોમાંથી દેશભાગને જ જણાવે છે. સર્વભાગને નહીં, હવે જ્યાં સર્વધર્મો એકી સાથે જણાતા જ નથી તો ત્યાં ગૌણ-મુખ્યનો એકાન્ત વ્યવહાર કેમ થાય ? માટે સાપેક્ષતાએ જ ગૌણ-મુખ્યનો બોધ આ જીવ કરે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં “મર્પિતાનર્વિતસિડ” અધ્યાય ૫ સૂત્ર ૩૧ ના વ્યાખ્યાનમાં આ વિષય જણાવેલો છે.
આત્માની ત્રીજી અવસ્થા કેવલી અવસ્થા, ત્યાં સર્વજ્ઞ હોવાથી એકસમયમાં જ સર્વધર્મો દેખાતા હોવાથી તેઓને કોઈ ગૌણ અને કોઈ મુખ્ય હોતું નથી, સર્વધર્મો એક સાથે દેખાય છે અને સમાનપણે જણાય છે. માત્ર વાચા ક્રમવર્તી હોવાથી બોલવામાં, શ્રોતાઓને