________________
૭૮૮ ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર ટીકા :- “આપત્તિતિ” -પુનઃ સાપત્તિ-નિન વિતતન્મયત્વે, તત: પશ્ચાત્ "पुण्यतीर्थकृत्कर्मबन्धतः"-पुण्यप्रकृतिरूपं तीर्थकृद्-विश्वोपकारिसङ्घस्थापकातिशयरूपं नामकर्म, तस्य बन्धतः, तद्भावाभिमुखत्वेन तदुदययोगेन क्रमात् सम्पत्तिः भवेद्परमैश्वर्यं भवेत् । इदं च निरनुबन्धरूपं फलं दर्शितम् ॥४॥
વિવેચન :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, આ ત્રણેની જે એકતા તેને સમાપત્તિ કહેવાય છે. આવા પ્રકારની સમાપત્તિ આવવાથી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને તે ભક્તિમાં તન્મયતા રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જિનભક્તિ અને જિનભક્તિની તન્મયતાથી સર્વપુણ્યપ્રકૃતિઓમાં અત્યન્ત શ્રેષ્ઠ, વિશ્વનો ઉપકાર કરનારું અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરવા સ્વરૂપ અતિશયતાવાળું એવું જે તીર્થકર નામકર્મ છે તેનો બંધ થાય છે.
તીર્થકર નામકર્મનો બંધ છેલ્લેથી ત્રીજા ભવે થાય છે. આ બંધ થવાથી તે જીવ તીર્થંકરપણાના ભાવને અભિમુખ થાય છે. વચ્ચે દેવનો ભવ હોય ત્યારે અન્ય દેવો કરતાં પ્રભાવ આદિ અધિક હોવો, મનુષ્યનો ભવ આવે ત્યારે ગર્ભકાલે માતાને ચૌદ સ્વપ્ન આવવાં, જમકાલે સૌધર્મેન્દ્રાદિનું આવવું અને મેરુ પર્વત ઉપર જન્માભિષેકાદિ કરવો આવા પ્રકારના તીર્થંકરપણાના જે જે પ્રસંગો છે તેને અભિમુખ થતાં થતાં કેવલજ્ઞાન પામે ત્યારે તે તીર્થકર નામકર્મનો વિપાક ઉદય થવાના કારણે અનુક્રમે બાહ્ય અને અભ્યન્તર સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
ચોત્રીસ અતિશયો, છત્ર-ચામરાદિ વિભૂતિ, ત્રણ ગઢ, સમવસરણ, દેવદુંદુભિ આ સઘળી બાહ્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આમ અનંત ચતુષ્ટય એ સઘળી અભ્યત્તર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ ક્યાંય આસક્તિ નહીં, મમતા નહીં, માન-અભિમાન નહીં-એટલે નિરનુબંધ (નવો કર્મબંધ ન કરાવે તેવી સંપત્તિની પ્રાપ્તિ રૂપી ફળ જણાવ્યું.
આ રીતે આ જીવ સમાપત્તિથી જિનભક્તિરૂપ ફળની પ્રાપ્તિ, અને તે જિનભક્તિથી તીર્થકર નામકર્મનો બંધ, અને તેનાથી બાહ્ય-અભ્યત્તર નિરનુબંધ એવી સંપત્તિ આ જીવ પ્રાપ્ત કરે છે. જો
મથ ધ્યાનશૂન્યત્વેના સત્ન નેતિ રતિ - ઉપર જણાવ્યું તેમ ધ્યાનયુક્ત હોય તો જ આરાધના સફળ છે. અન્યથા એટલે કે ધ્યાનશૂન્યપણે જીવ કોઈ પણ આરાધના કરે તો તે સફળ નથી - આ વાત જણાવે છે -
इत्थं ध्यानफलाद्युक्तं, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥५॥