________________
૭૫૬
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર “સ્વકૃતત્વસ્મય” આ જીવ અનાદિકાલથી “મેં આ કર્યુંમેં આ કર્યું” એમ ધર્માનુષ્ઠાન કર્યાનાં ગાણાં જ ગાયા કરતો હોય છે. તેનાથી પોતાની પ્રશંસા અને માન જ પ્રાપ્ત કરવાની તમન્ના રાખતો હોય છે. માટે જીવ દ્વારા કરાયેલું છે જે ધર્મકાર્ય છે તેને કરવાપણાનું જે અભિમાન-અહંકાર છે તે જ સંસાર-પરિભ્રમણનું અને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું પ્રબળ નિમિત્ત છે તે નિમિત્તને સમ્યજ્ઞાન રૂપી અગ્નિમાં હોમવા જેવું છે.
નિર્મળ-શુદ્ધ ઉપયોગદશાવાળું જે વિશુદ્ધ જ્ઞાન અને ભૌતિક સુખોની આશંસા વિનાનો અને સ્વગુણોમાં રમણતા માટે કરાયેલો જે તપ, આ જ્ઞાન અને તપ બને અગ્નિતુલ્ય છે તેમાં અહંકારનો હોમ કરવો તે યોગ્ય છે. પણ પશુ આદિનો હોમ કરવો તે ઉચિત નથી. “મન” શબ્દની વ્યુત્પત્તિ “á છત” આવી થાય છે. જે ઉપર ઉંચે ઉંચે જાય તે અગ્નિ, અગ્નિની જ્યોત-શિખા સદા ઉપર-ઉંચે જાય છે માટે આવા તેજને અગ્નિ કહેવાય છે. તે જ્ઞાન અને તપ રૂપી અગ્નિમાં અહંકારાદિ ભાવ રૂપ જે કષાયો છે તેનો હે વિદ્વાનું ! તું હોમ કર, તે કષાયોને તું બાળી નાખ. આવા પ્રકારનો જે જ્ઞાનયજ્ઞ કરવો તે જ સાચું બ્રહ્માર્પણ છે. આવું બ્રહ્માર્પણ કરવું ઉચિત છે. પશુહિંસા આદિ કરીને જે બ્રહ્માર્પણ કરાય છે તે આત્માનું અહિત કરનાર છે. અકલ્યાણ કરનાર છે. માટે તેનો તું ત્યાગ કર અને કષાયોનો હોમ કરવાવાળા જ્ઞાનયજ્ઞ દ્વારા બ્રહ્માર્પણ કર. All
अथ श्लोकद्वयेन स्वरूपफलदर्शनपूर्वकमुपसंहरति -
હવે બે શ્લોકો દ્વારા નિયાગના ફળને-કર્મોને બાળવાના સ્વરૂપાત્મક ફળને જણાવવા પૂર્વક ઉપસંહાર કરતાં જણાવે છે કે -
ब्रह्मण्यर्पितसर्वस्वो, ब्रह्मदृग्ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥७॥ ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ॥८॥
ગાથાર્થ :- (૧) બ્રહ્મમાં જ (પરમાત્મામાં જ) અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો, (૨) જ્ઞાનની પ્રધાનતાવાળી જ છે દૃષ્ટિ જેની એવો, (૩) જ્ઞાનની જ વિશેષે સાધના કરવાવાળો, (૪) જ્ઞાનદશાના બળે અજ્ઞાનતાનો જ્ઞાનાગ્નિમાં હોમ કરવા વાળો, (૫) બ્રહ્મચર્ય પાળવા રૂપ ગુપ્તિને (સઘળી વાડને) ધારણ કરવાવાળો (૬) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મ અધ્યયનમાં નિષ્ઠાવાળો, (૭) પરમ એવી જ્ઞાનદશાની સાથે એકતાવાળો અને