________________
તપોષ્ટક - ૩૧
आनुस्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता । प्रातिस्त्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ॥२॥
જ્ઞાનમંજરી
८०३
ગાથાર્થ :- અજ્ઞાની જીવોની સુખશીલતાવાળી જે પ્રવૃત્તિ છે તે સંસારપ્રવાહને અનુસરનારી આનુસ્રોતસિકી વૃત્તિ છે. પરંતુ જ્ઞાની મહાત્માઓની ઉત્કૃષ્ટ તપ કરવા રૂપ જે પ્રવૃત્તિ છે તે સંસારમાં સામે પ્રવાહે ચાલવા રૂપ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ છે. ૨ા
ટીકા :- ‘‘આનુસ્રોતસિળીતિ''-સંસારપ્રવાહપદ્ધતિ: અનાવિપ્રવૃત્તિ: આનુસ્રોતसिकी वृत्ति: बालानां मूढानाम्, सुखशीलता - इन्द्रियसुखमग्नता - सुखाभिलाषता ।
प्रातिस्त्रोतसिकी- प्रवाहसम्मुखतां - संसारसम्मुखत्वमपहाय संसारपराङ्मुखी प्रवृत्तिः, तदेव परमं तपः ज्ञानिनामुक्तमिति । आत्मधर्मानुगसंसारप्रतिकूलप्रवृत्तिस्तप उच्यते । इत्यनेन प्रायश्चित्तादिभावतपः परिणामः स्वरूपतन्मयत्वं तत्करणीयम् । तत्तपसा एव सकलकर्मक्षयः ॥२॥
વિવેચન : - અનાદિ કાળથી ચાલ્યા આવતા સંસારના પ્રવાહને અનુસરવાવાળી સાંસારિક સુખની જે પ્રવૃત્તિ છે એટલે કે સુખશીલતા છે, પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયોમાં સુખની બુદ્ધિપૂર્વકની જે મગ્નતા છે તથા તે તે ભોગસુખોમાં જ જે સુખનું અભિલાષીપણું છે, તે બાલજીવોની અર્થાત્ અજ્ઞાની જીવોની મોહોદયજન્ય સ્વાભાવિક ચાલ છે તેને આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. નદીના પાણીનો પ્રવાહ જે બાજુ વહેતો હોય તે બાજુ તેમાં નાખેલી વસ્તુ તણાય તેને આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. મોહમાં મૂઢ બનેલા સંસારી જીવો સુખશીલપણામાં અને ઈન્દ્રિયોના સુખોમાં મગ્ન બનેલા છે તેને અનુસરવું એ નદીના પ્રવાહને અનુસરવાની જેમ હોવાથી આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. આવી વૃત્તિ મોહાન્ધ જીવોની હોય છે. “ખાઓ, પીઓ અને મઝા કરો”, “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા’ આવાં વાક્યો બોલીને અજ્ઞાની જીવો મોહાન્ય દશામાં પોતે પણ વર્તે છે અને પરને પણ જોડે છે. તે વૃત્તિ અજ્ઞાની જીવોની છે અને સંસાર-પ્રવાહને અનુસરનારી હોવાથી તેને અનુસ્રોતસિકીવૃત્તિ કહેવાય છે.
પરંતુ જ્ઞાની પુરુષોની વૃત્તિ તેનાથી ઉલટી હોય છે તેને પ્રાતિસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. નદીના પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય તે બાજુ જે ન ખેંચાય પણ પાણીના પ્રવાહની સામે જ ચાલે તે પ્રાતિસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. જેમકે હંસ આદિ ઉત્તમ પક્ષી નદીમાં સામે પ્રવાહે ચાલે છે. તેમ જે મહાત્મા સુખી હોય, ધનવાન હોય, રૂપવાન હોય,