________________
૭૮૬
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
=
- ક્ષીણ થઈ ગઈ છે વૃત્તિઓ જેની એવો અંતરાત્મા, વૃત્તિ એટલે પરાશ્રયતા-પરદ્રવ્ય ઉપર નભવું, પરદ્રવ્યની પરાધીનતા, પરદ્રવ્યના આશ્રયે જ આજીવિકાનું ચાલવું-પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોની પરાધીનતા. આવી પરાધીનતા એટલે કે વૃત્તિઓ જેની ક્ષીણ થઈ ચૂકી છે તે અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. આવા પ્રકારના શ્રેષ્ઠ અંતરાત્મામાં પરમાત્માની વીતરાગતાનું પ્રતિબિંબ પડતાં તેની સાથે એકતારૂપ સમાપત્તિ થયે છતે પૂર્વે કહેલા પ્રકારે ધ્યાનની સિદ્ધિ થાય છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રીની બનાવેલી દ્વાત્રિંશદ્વાત્રિંશિકામાં પણ કહ્યું છે કે -
“નવું ઉજ્જ્વલ ઉત્તમ કિંમતી રત્ન હોય અને તેમાં જેમ પ્રતિબિંબ પડે તેમ ક્ષીણવૃત્તિવાળા અંતરાત્મામાં પરમાત્માનું તાત્મ્ય થવાથી અને તદંજનત્વ થવાથી પ્રતિબિંબ પડે તે આ મીલનને સમાપત્તિ કહેવાય છે.’’
તાત્મ્ય એટલે પરમાત્મામાં જે અનંતગુણો છે તે ગુણો પોતાના આત્મામાં પણ સત્તાગત રીતે. છે જ, આમ ગુણોના સંસર્ગનો આરોપ કરવો તે તાસ્થ્ય. અને પોતાના આત્માનો પરમાત્માના આત્માની સાથે અભેદારોપ કરવો તે તદંજનત્વ. પરમાત્માના ગુણો જેવા ગુણો મારામાં પણ સત્તાગત છે તે આ તાસ્થ્ય. મારો આત્મા અને પરમાત્માનો આત્મા સત્તાગત સ્વરૂપને આશ્રયી તુલ્ય છે આમ વિચારવું તે તદંજનત્વ. આ રીતે બન્નેની જે એકતા તે સમાપત્તિ જાણવી.
–
"
अन्तरात्मनि परमात्मनः - अभेदारोपो ध्यानफलं तच्च संसर्गारोपतो भवति । संसर्गश्चात्र निष्पन्नानन्ततात्त्विकसिद्धात्मनामुपयोगः, स च चलचित्तानामिन्द्रियरोधमन्तरेण न भवति । इन्द्रियरोधश्च जिनप्रतिमादिकारणमन्तरेण न जायते । अतः स्थापना तत्त्वोपकारकारिका ॥३॥
અંતરાત્મામાં (સાધક આત્મામાં) પરમાત્માનો અભેદ આરોપ કરવો તે ધ્યાનનું ફળ છે. જેમ “આજે સોનું વરસે છે” આમ જે કહેવાય છે ત્યાં વરસાદના પાણીમાં સોનાનો આરોપ કરાય છે. તથા ઘી આયુષ્યની સ્થિરતાનું કારણ છે એમ માનીને ‘‘આયુષ્કૃતમ્” ઘી એ જ આયુષ્ય છે આવો આરોપ કરાય છે. તેમ આત્મામાં પરમાત્માનો અભેદારોપ કરવો તે ધ્યાનનું ફળ છે.
તે અભેદારોપ સંસર્ગારોપથી થાય છે. માટે સંસર્ગારોપ કરવો પણ અત્યન્ત આવશ્યક છે. સંસર્ગારોપ એટલે “જે મહાપુરુષોને તાત્ત્વિક પોતાના અનંત ગુણો પ્રગટ થયા છે એવા સિદ્ધપરમાત્માના અનંત ગુણોને વિષે અંતરાત્માનો ઉપયોગ સ્થિર થવો તે સંસર્ગારોપ કહેવાય