________________
જ્ઞાનસાર
૭૧૮
યોગાષ્ટક - ૨૭ સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ પાંચ પ્રકારનો યોગ મોક્ષના ઉપાયરૂપે જૈન આગમ શાસ્ત્રોમાં મનાયો છે.
આ પાંચ પ્રકારનો યોગ મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત છે માટે પૌલિક સુખમાં મગ્ન બનેલા ભોગી જીવોને અનાદિકાલથી પરભાવની આસક્તિ હોવાથી અને નિરંતર ભવભ્રમણને યોગ્ય વિષય-કષાયાદિ વાસનાઓનું જ ગ્રહણ-આસેવન હોવાથી આવો યોગ પ્રાપ્ત થતો નથી. અર્થાત્ જ્યાં જ્યાં મોહની તીવ્રતા હોય છે ત્યાં ત્યાં યોગદશાની અપ્રાપ્તિ હોય છે અને જ્યાં જ્યાં મોહની મંદતા હોય છે ત્યાં ત્યાં યોગદશાની પ્રાપ્તિ હોય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે આપણને સર્વેને મોક્ષ એ સાધ્ય છે. જે જે આત્માઓને મોક્ષનું સાધ્ય બેસે છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિની લગની લાગે છે. મુક્તિપ્રાપ્તિના ઉપાયોની ઝંખના સેવે છે તે જ આત્મા સદ્ગુરુનાં વચનો સાંભળે છે, વ્યાખ્યાન-શ્રવણ કરે છે, તેનું નિરંતર સંસ્મરણ કરે છે. તેના દ્વારા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થાય છે. ત્યારબાદ ગુરુ પાસેથી આત્મતત્ત્વ જાણે છે. આત્માનું અનંત-ચૈતન્યમય સ્વરૂપ છે તે અત્યના નિર્મળ છે. પરદ્રવ્યના સંગ વિનાનું આત્માનું અસલી સ્વરૂપ છે. વળી તે પરમ આનંદમય સ્વરૂપ છે. આમ જાણે છે.
ગુરુજી પાસેથી અથવા તેમનાં વ્યાખ્યાનો દ્વારા આત્માનું આવું નિર્મળ, નિસંગ, પરમામય સ્વરૂપ જાણીને તેનું વારંવાર સંસ્મરણ કરીને તેને જ મેળવવાની લગનીથી આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યાં જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં ત્યાં તે કથા સાંભળવી, તે કથા સાંભળવામાં પ્રીતિ કરવી ઈત્યાદિ પ્રક્રિયા દ્વારા આ આત્મા આત્મસ્વરૂપની પ્રાપ્તિની આસન થાય છે. કાલક્રમે તેને સાનુકુલ ઉપાયોના આસેવનથી આ જ આત્મા સિદ્ધયોગી થાય છે (મુક્તિને પામનાર બને છે). સર્વે જીવોને મરૂદેવીમાતાની જેમ અલ્પપ્રયાસમાત્રથી સિદ્ધિ થતી નથી; લાખો-કરોડો જીવોમાં કોઈ એકાદ-બે જ જીવો એવા હોય છે કે જે અલ્પ પ્રયાસમાત્રથી મુક્તિ પ્રાપ્ત કરે છે.
મરૂદેવી માતાની જેવા કોઈક જીવો જ લઘુકર્મી હોય છે તે મરૂદેવીમાતા (અને તેમના જેવા બીજા પણ જે જે લઘુકર્મી જવો હોય છે તેઓ) અત્યન્ત અલ્પ આશાતનાના દોષને સેવનારા છે. તેથી તે જીવો અલ્પપ્રયાસ માત્રમાં અર્થાત્ નહીવત્ પ્રયાસથી સિદ્ધિ પ્રાપ્ત કરનારા થાય છે. પરંતુ સર્વે જીવોને આવી અલ્પ પ્રયાસમાત્રથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
અન્ય જીવો લગભગ ભારે કર્મી (ગુરુકર્મ) હોય છે. ઘણા લાંબા કાળથી ઘણી ઘણી આશાતનાઓ કરીને ગાઢ ભારે કર્મો બાંધેલાં હોય છે. તેવા જીવોને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ ઈત્યાદિ યોગદશાના સેવન વડે કાળાન્તરે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે. અલ્પ