________________
૮૧૨
તપોષ્ટક - ૩૧
दुर्ध्यानं - पुद्गलाशंसारूपमनिष्टतारूपं नो भवेत् । येन तपसा योगा:- मनोवाक्कायरूपाः, न हीयन्ते - स्वरूपरमणं तत्त्वानुभवतः न हीयन्ते । यत्र इन्द्रियाणि न क्षीयन्ते धर्मसाधनस्वाध्यायाहिंसादितत्कार्यप्रवृत्तिर्न क्षीयते क्षयं न लभते । इत्यनेन साधनी - भूतचेतनावीर्याणां हानि: न स्यात्, तत्तपः शुद्धं कार्यं कर्त्तव्यमिति ॥७॥
જ્ઞાનસાર
વિવેચન :- વાસ્તવિકપણે જો વિચારીએ તો તે જ તપ કરવો જોઈએ કે જે તપ કરવાથી (૧) દુર્ધ્યાન ન થાય, (૨) મન-વચન અને કાયાના યોગો નાશ ન પામે અને (૩) ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય. આ ત્રણ જાતની નુકશાની ન આવે તેવો તપ કર્તવ્ય છે.
(૧) દુર્ધ્યાન બે પ્રકારનું છે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. તે બન્નેના ચાર-ચાર ભેદ હોવાથી કુલ આઠ ભેદવાળું દુર્ધ્યાન છે. તેમાં પ્રથમના બે ભેદનો અહીં ઉલ્લેખ કરે છે બાકીના ભેદો સ્વયં ઉપલક્ષણથી સમજી લેવા. મનગમતા ઈષ્ટ પુદ્ગલના સંયોગની આશંસા કરવી તે ઈષ્ટ સંયોગ આર્તધ્યાન અને અણગમતા પુદ્ગલોનો સંયોગ થયો હોય ત્યારે તે પુદ્ગલદ્રવ્યોનો વિયોગ કેમ થાય ? આમ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અનિષ્ટતાબુદ્ધિ રાખવી તે અનિષ્ટવિયોગ આર્તધ્યાન.
ઈષ્ટનો સંયોગ ઈચ્છવો, ઈષ્ટનો વિયોગ હોય તો સંયોગ કેમ થાય ? તેવી આશંસા કરવી. ઈષ્ટનો સંયોગ હોય તો તે સંયોગ દીર્ઘકાળ કેમ રહે ? આવી ઈચ્છાઓ કરવી. તથા અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો હોય તો તેનો વિયોગ કેમ થાય ? અનિષ્ટનો સંયોગ હોય ત્યારે પણ તેના પ્રત્યે નાખુશીભાવ-અનિષ્ટતાબુદ્ધિ-અનાદરભાવ રાખવો આ સઘળુંય દુર્ધ્યાન કહેવાય છે. તપ એવો કરવો અને એટલો કરવો કે જેનાથી આવું દુર્ધ્યાન ન થાય. કારણ કે તપ કરીને કર્મો ખપાવવાં છે. જ્યારે દુર્ધ્યાનથી જુનાં કર્મો ખપતાં તો નથી પણ નવાં કર્મો ઘણાં બંધાય છે. માટે દુર્ધ્યાન ન થાય તેવો અને તેટલો તપ કરવો.
(૨) મન વચન અને કાયાના યોગો ઢીલા ન પડે, સાધના કરવામાં-આરાધના કરવામાં મન વચન કાયાનો સાથ-સહકાર બરાબર મળતો જ રહે, જરા પણ ઢીલાશ ન આવે તેવો અને તેટલો તપ કરવો. કારણ કે તપ કરીને પણ આત્મ-સાધના ચાલુ જ રાખવાની છે. આત્મ-સ્વરૂપની રમણતા કરવામાં, શુદ્ધ તત્ત્વનો અનુભવ કરવામાં, મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે તેવો તપ કરવો.
(૩) આંખ-કાન-નાક-જીભ ઈત્યાદિ ઈન્દ્રિયો ક્ષય ન પામે, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો. ધર્મનાં કાર્યોની સાધના, સ્વાધ્યાય તથા અહિંસા આદિ જે જે ઉત્તમ-ધર્મ અનુષ્ઠાનો છે તે તે કાર્યો કરવાની પ્રવૃત્તિ ક્ષય ન પામે, કાનથી