________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૧ (૫) શબ્દનય - ઉદય અને ઉદીરણા આદિ પૂર્વક વિપાકોદયમાં હાલ આવેલાં જે કર્મો
છે, તે ફળદાયક હોવાથી આ નય કર્મ માને છે. (૬)
- આત્માના જ્ઞાન-દર્શનાદિ અનંતગુણો છે. તે ગુણોનો રોધ કરનાર જે જે કર્મ છે તે જ તેનું આવરણરૂપ કર્મ છે. કારણ કે ઘાતકર્મ જ ગુણોનું રોધક હોવાથી આત્માનું અહિત કરનાર છે. તેથી આ નય તેને જ કર્મ માને છે પણ અઘાતી કર્મો શરીરાદિ ભવસ્થિતિ માત્ર આપનાર છે પણ આત્માનું હિતાહિત કરનાર નથી. માટે આ નય મુખ્યત્વે ઘાતકર્મોને જ કર્મ માને છે.
:- આ નય અત્યન્ત શુદ્ધનય હોવાથી આત્મામાં પોતાનામાં જ રહેલો કર્મ બાંધવાપણાની કર્તુતાનો પરિણામ, કાર્મણવર્ગણાને ગ્રહણ કરવાપણારૂપ આત્મામાં જ રહેલો ગ્રાહકતાનો પરિણામ, કર્મોને વેદવા રૂપે વેદકતાનો પરિણામ, કર્મોની સાથે વ્યાપકપણે થવાનો પરિણામ, અને કર્મબંધ રૂપ કાર્ય કરવારૂપે પ્રવૃત્તિ કરવાનો જે આત્મપરિણામ એ જ વાસ્તવિક કર્મ છે આમ માને છે. ભાવનય હોવાથી આત્મામાં રહેલી કર્મબંધના કારણભૂત પરિસ્થિતિને જ કર્મ માને છે. આવા પ્રકારનો પરિણામ છે તો જ કર્મ બંધ થાય છે.
આ બાબતમાં સિદ્ધસેનદિવાકરસૂરિજી વગેરે કેટલાક આચાર્ય મહારાજશ્રીઓ ભિન્ન વિવક્ષા કરીને પાછલા ત્રણ નવમાં આવી માન્યતા ધરાવે છે કે - કર્મો બાંધવાની કર્તુતા અને કર્મોને ગ્રહણ કરવાની ગ્રાહકતા એ શબ્દનયથી કર્મ, બાંધેલાં કર્મોને વિપાકથી વેદવા રૂપ વેદકતા અને કર્મોના ઉદય સાથે જીવની વ્યાપકતા એ સમભિરૂઢનયથી કર્મ અને ગુણોની આવરણતા-આવારકતા એ એવંભૂતનયથી કર્મ કહેવાય-આમ માને છે.
સંક્ષેપમાં વાતનો સાર એ છે કે આ આત્માએ પૂર્વકાલમાં પોતે જાતે જ શુભાશુભ પરિણામોથી અને શુભાશુભ પ્રવૃત્તિથી કર્મો બાંધ્યાં છે. તે જ કર્મો તેનો ઉદયકાલ પાકતાં વિપાકોદયમાં આવ્યાં છે. તો તેમાં હર્ષ, શોક, વિષાદ, રતિ કે અરતિ ન કરતાં મધ્યસ્થભાવ રાખવો. તેના માટે જ આ ઉપદેશ અપાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિની પાસે બીજી વ્યક્તિ કારણવશાતુ લાખ-બે લાખ રૂપિયા જમા આપી ગયો, પ્રથમ વ્યક્તિએ લીધા, કાલ પાકતાં જમા મુકનાર બીજી વ્યક્તિ લેવા આવી, પ્રથમ વ્યક્તિએ તે કાલે તે રૂપિયા આપી દીધા. આ ઘટનામાં રૂપિયા જમા આવે ત્યારે પ્રથમ વ્યક્તિને હર્ષ-આનંદ થતા નથી અને તે રૂપિયા જમા મુકનાર બીજી વ્યક્તિ લઈ જાય ત્યારે પ્રથમ વ્યક્તિને શોક કે ખેદ થતો નથી, પણ મન માધ્યચ્યમાં જ રહે છે. કારણ કે તે રૂપિયા વાસ્તવિકપણે પ્રથમ વ્યક્તિના હતા જ નહીં, અને તે પણ નહીં. તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કેમ કરાય ? તેવી