________________
૭૨૦ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર વિવેચન :- આ આત્માને મુક્તિપદની સાથે મીલન કરાવે, જોડી આપે તે યોગ કહેવાય છે. તેના સ્થાનાદિ પાંચ ભેદ છે. તેમાં પ્રથમના બે ભેદ ક્રિયાત્મક યોગ છે અને પાછળના ત્રણ જ્ઞાનાત્મક યોગ છે. સ્થાનયોગ એટલે કાયોત્સર્ગ અને ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાઓમાં યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા બરાબર સાચવવી તેને સ્થાનયોગ કહેવાય છે. મુદ્રાઓ સાચવવાની હોવાથી આ યોગ કાયિક આચરણા રૂપ છે. તેથી આ યોગ કર્મયોગ કહેવાય છે. તેવી જ રીતે બીજો વર્ણયોગ એટલે સૂત્રો ચોખ્ખાં બોલવાં, જોડાક્ષરો, હૃસ્વસ્વર, દીર્ધસ્વર વગેરેનું ઉચ્ચારણ જાળવવું આ યોગ બોલવા રૂપે વચનયોગ છે માટે વાચિક ક્રિયાની આચરણા રૂપ યોગ હોવાથી કર્મયોગ છે. આ પ્રમાણે પ્રથમના બે યોગો ક્રિયાત્મક યોગો હોવાથી કર્મયોગ છે.
અર્થયોગ પ્રમુખ ત્રણ યોગો જ્ઞાનયોગાત્મક છે. આમ જ્ઞાની પુરુષો કહે છે. ત્યાં અર્થયોગ એટલે સૂત્રોના ઉચ્ચારણકાલે અર્થોનું ચિંતન-મનન કરવું, આ પ્રક્રિયામાં કાયિક કે વાચિક કોઈ ક્રિયા નથી, ચિંતન-મનનાત્મક જ્ઞાનદશા છે માટે જ્ઞાનયોગ કહેવાય છે. ચોથો આલંબનયોગે પણ પ્રતિમાદિ કોઈ શુભ આલંબન ઉપર દૃષ્ટિ સ્થિર કરી તેના ગુણોનું અને ઉપકારોનું ચિંતન-મનન કરવાનું હોવાથી કાયિક કે વાચિક ક્રિયા નથી, પણ જ્ઞાનદશાની જ પ્રબળતા છે માટે જ્ઞાનયોગ છે અને ત્રીજો નિરાલંબનયોગ (એકાગ્રતાયોગ) તો જ્ઞાનસ્વરૂપ છે જ. આમ પાછળના ત્રણે યોગો જ્ઞાનસ્વરૂપ છે. માટે જ્ઞાનયોગ કહેવાય છે.
આ પાંચે યોગોનાં લક્ષણો-સ્વરૂપ-સ્વામી વગેરે હકીકત પરમપૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. કૃત યોગવિંશિકાના આધારે અહીં લખેલ છે.'
(૧) સ્થાનયોગનું સ્વરૂપ-કાયોત્સર્ગ આદિ જૈનશાસ્ત્રોમાં કહેલી ધર્મક્રિયા કરવાના કાલે હાથ-પગનાં આસનો તથા મુદ્રા (આકારવિશેષ) સાચવવા રૂપ હોય છે. આ ધાતુ ઉભા રહેવું એવા અર્થમાં છે. તેથી હાથ-પગ-મુખ આદિ અંગ-ઉપાંગો ક્યાં કેવી રીતે રાખવાં ? ઈત્યાદિ વિષય જૈનશાસ્ત્રોમાં જેમ કહ્યો છે તેમ આચરવો. શાસ્ત્રાનુસારી એવી આચરણ તે સ્થાનયોગ કહેવાય છે. શ્રી યોગવિંશિકાની બીજી ગાથામાં કહ્યું છે કે –
“સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને આલંબનરહિત એમ યોગ પાંચ પ્રકારનો શાસ્ત્રમાં કહ્યો છે. અહીં પ્રથમનો બે પ્રકારનો યોગ કર્મયોગ છે અને પાછળના ત્રણ યોગો જ્ઞાનયોગ છે. કેરા
ગાથાના અર્થ ઉપરથી જ સમજાય તેવો આ વિષય છે. ૧. આ પાંચે યોગોનું સવિશેષ સ્વરૂપ અમારા લખાયેલા અને પ્રકાશિત થયેલા ગુજરાતી વિવેચનથી
યુક્ત એવા યોગવિંશિકાના પુસ્તકમાંથી જોઈ લેવા અધ્યયનના અર્થી જીવોને વિનંતિ છે.