________________
જ્ઞાનસાર
૮૮૨
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ હોય તેટલું પીજે, ક્યારેય ખૂટે નહીં એવાં આ સરોવરો છે. જે સરોવરોમાં ઊંડું ઊંડું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન-જળ ભરેલું છે.
(૨) આચાર્યો, ઉપાધ્યાયો અને નિર્ગસ્થ મુનિઓ વગેરે, મહાત્માઓ આ માર્ગના નાગરિકો છે. આવા સજ્જન, સદાચારી અને નિઃસ્પૃહ-નિર્લેપ આત્માઓ જ્યાં નાગરિક હોય ત્યાં લુંટાવાનું તો હોય જ નહીં, ઉલટું ભૂલા પડેલાને માર્ગે ચડાવનારા નાગરિકો છે.
(૩) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ નિશ્ચિત કરેલા છે જવાઆવવાના મોટા મોટા રસ્તાઓ જેમાં એવો આ માર્ગ છે. જેમ ઉપયોગપૂર્વક ચાલે અને ચાલવાના રસ્તાઓ વ્યવસ્થિત હોય તો અથડાય નહીં, પીડાય નહીં. તેમ અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ઉપયોગ પૂર્વક ચાલવાનું છે એટલે ક્યાંય અથડાવાનું બનવાનું નથી.
(૪) જ્યાં ચાલતાં ચાલતાં લોકો થાકે તો વિશ્રામા ખાવાની ભૂમિઓ છે. કઈ ભૂમિઓ છે? ક્ષમા આદિ દશ મુનિધર્મો અને સમ્યક્ત્વાદિ ચાર થી બાર ગુણસ્થાનકો, આ સઘળી રાતવાસો રહેવા માટેની-થાક ઉતારવા માટેની વિશ્રામભૂમિઓ છે. (રેષ્ટ એરીયા છે) આ ધર્મસ્થાનોમાં અને ગુણસ્થાનકોમાં હે ભદ્ર ! તું વધારે સમય આરામ લઈ શકીશ. ત્યાં તને કોઈ ભય નથી. પીડા નથી.
(૫) જે માર્ગમાં સ્વાધ્યાય કરવા રૂપી વિધિપૂર્વક સંગીતના સમૂહની મનોહર રચના ગોઠવાયેલી છે. અર્થાત્ આ માર્ગમાં નિરંતર આત્મતત્ત્વનો સ્વાધ્યાય કરવાનો છે, જેથી રસ્તો ક્યાં પૂરો થઈ ગયો તે ખબર પણ ન પડે, જેમ કોઈ રસ્તા ઉપર આદિથી અંત સુધી સંગીતની સુરાવલી ગોઠવી હોય તો તે સાંભળતાં સાંભળતાં કેટલોય માર્ગ કપાઈ જાય, થાક લાગે નહીં, તેમ અહીં મનોહર સ્વાધ્યાયની પદ્ધતિની રચના કરેલી છે. દરરોજ અમુક સૂત્રોનો અને અમુક વાચનાનો સ્વાધ્યાય કરવાનો હોય છે.
(૬) જ્યાં આત્મતત્ત્વનો અનુભવ કરવો અને આત્મતત્ત્વની વિચારણામાં એકતા કરવી વગેરે વગેરે માર્ગ પસાર કરવાના એવા એવા સુંદર સુંદર ઉપાયો ગોઠવેલા છે કે જેનાથી તું જરા પણ પરિશ્રમ કર્યા વિના તુરત સુરત આ માર્ગ કાપી શકીશ.
(૭) યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એમ યોગનાં આઠ અંગો એ આ માર્ગ કાપવા માટેનાં વાહનો છે (હાથી-ઘોડા અને કારનું કામ કરે છે. તને જલ્દી જલ્દી મુક્તિનગર લઈ જશે.)
(૮) શ્રી અરિહંત પરમાત્મા રૂપી મહારાજાની કડક નીતિથી દબાઈ ગયા છે અર્થાત્ પકડાઈ ગયા છે મોહરાજાના સૈનિકો રૂપી ચોરો જેમાં એવાં અકુટિલ અર્થાત્ સરળ તથા