________________
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
શુદ્ધિમાં-નિર્મળતામાં જ જેણે જોડી દીધા છે. પણ ભોગકાર્યમાં જોડ્યા નથી એવો જીવ અહીં
સમજવો.
૭૫૮
(૨) આત્મા તરફ જ છે દૃષ્ટિ જેની એવો જીવ, અથવા આત્મતત્ત્વનું જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રધાનપણે દૃષ્ટિવાળો, નિરંતર આત્માની શુદ્ધિનું જ જેણે લક્ષ્ય બાંધ્યું છે એવો જીવ.
(૩) બ્રહ્મજ્ઞાન એ જ સાધન છે જેને એવો જીવ, અર્થાત્ આત્મતત્ત્વના જ્ઞાનની જ નિરંતર રમણતા કરવા વડે વધારે વધારે આત્મતત્ત્વના ગુણો પ્રગટ કરનારો. સારાંશ કે આત્મામાં અથવા આત્મજ્ઞાનમાં જ જેની પાકી શ્રદ્ધા જામી છે એવો જે પુરુષ તે બ્રાહ્મણ.
અથવા બ્રહ્યસાધન શબ્દનો બીજો એવો અર્થ પણ થાય છે કે “આત્મા એ જ છે સાધનામાં લક્ષ્ય રૂપે જેને” એવો જ પુરુષ, સતત આત્માની જ સાધના કરનારો, આત્માની જ ઉપાસના કરનારો જીવ તે અહીં બ્રાહ્મણ જાણવો.
(૪) પ્રાપ્તિ બ્રહ્મા અન્નદ્ઘનુન્નુર્ = અનાદિકાલથી આ આત્મા જે પૌદ્ગલિક સુખો ભોગવવાને ટેવાયેલો છે તે આત્માની ભોગબુદ્ધિ હટાવીને આત્મતત્ત્વના ગુણોને જ પ્રાપ્ત કરવામાં જેણે દૃષ્ટિ સ્થાપી છે એવો અર્થાત્ સાધક અવસ્થા રૂપે પરિણામ પામેલો પોતાનો આત્મા બન્યે છતે, આત્મજ્ઞાન દ્વારા અને પોતાના વીર્યને ગુણવિકાસમાં જ ફોરવવા દ્વારા આત્માના અજ્ઞાનને (મોહદશાને) અથવા અનાદિકાલથી બાંધેલાં કાર્યણવર્ગણાનાં બનેલાં કર્મો કે જે જડાત્મક-અજ્ઞાનાત્મક-પુદ્ગલાત્મક છે. અને આત્માથી ભિન્ન દ્રવ્ય છે એવાં તે કર્મોને હોમવાનું, તે અજ્ઞાનને અને કર્મોને બાળવાનું કામ કરનાર જે પુરુષ તે અહીં બ્રાહ્મણ જાણવો. સારાંશ કે આત્મતત્ત્વના જ્ઞાનની લીનતા પ્રાપ્ત થવા રૂપ આધાર મળ્યે છતે તે જ્ઞાનદશાના આલંબને જ અજ્ઞાનાત્મક મોહદશા અને કર્મો બાળી નાખનારો જે પુરુષ છે તે અહીં બ્રાહ્મણ કહેવાય છે.
(૫) વળી આ સાધકપુરુષ કેવો છે ? તે કહે છે કે બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અર્થાત્ આત્મભાવમાં જ (સ્વભાવદશામાં જ) રમણતા કરવી, તેની રક્ષા કરનારો. શક્ય બને તેટલો વધારે સ્વભાવદશામાં જ લાગી રહેનારો, જરા પણ વિભાવદશાના પરિણામ ન આવે એની બરાબર કાળજી રાખનારો, સ્વભાવ દશામાં જ વર્તવાની રક્ષા કરનારો એવો જે જીવ તે અહીં બ્રાહ્મણ સમજવો. આમ આ ગાથામાં બ્રાહ્મણનાં પાંચ વિશેષણો આવ્યાં. તેનો સારભૂત અર્થ એ નીકળ્યો કે કર્તા એવો આ આત્મા જ, આત્મસ્વરૂપમાં રમણતામય સ્વભાવદશાની રમણતા નામના કરણ વડે આત્માના સ્વરૂપનો અવરોધ કરનારી એવી