Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮ ભેદને લીધે કોઈ તે તીરની–મેક્ષની નિકટ હોય ને કઈ દૂર હોય. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મેક્ષમાર્ગના ભક્તો-આરાધકે-ઉપાસકે છે, સાધમિક બંધુઓ છે.
"एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ।
સવથમેમેસેડર ગઢવી તીમrian I” –શ્રી એગદષ્ટિસમુચ્ચય.
આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યેજના જિન ભગવાને દાખવી છે. “સગવાનજ્ઞાનરાત્રિાણિ મોક્ષમા ' સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ જિનને “મૂળ માર્ગ” છે. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ....
મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ....મૂળ૦ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગમૂળ૦ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તજ તે આત્મારૂપ....મૂળ૦ તેહ મારગ જિનનો પામિયે રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપમૂળ”
–શ્રીમદ્ રાજચંદ્ર આમ ભવાતીત-સંસારથી પર એવા પરંતત્ત્વ-મક્ષ પ્રત્યે લઈ જનારો આ શમપરાયણ શાંતિમાગ, એગમાર્ગ, મોક્ષમાર્ગ, “જિનને મૂળમાગ' છે. આવા મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષ-ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ હોય. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મેક્ષ સિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળે ઉપ હોય, અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તાતી હોય, એવો આત્માથી જીવ જ આ યોગમાર્ગ પામવાને યોગ્ય છે. આવી “ગ” દશા જ્યાં લગી જીવ પામે નહિં, ત્યાં લગી તે મોક્ષમાર્ગને પામે નહિં ને તેને અંતર્ગ પણ મટે નહિં.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિ જોગ;
મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર્ રોગ.”—આત્મસિદ્ધિ આથી ઉલટું ભવાભિનંદી જી અત્ર અનધિકારી છે. “સંસાર ભલે છે, રૂડે છે” એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા (Hailing) એવા વિષયાસક્ત ભવા