Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬
શું? તેનું સ્વરૂપ જાણવું જોઈએ; આ હાન છે. અને ચોથું રેગનું ઔષધ (Therapeutic treatment ) શું ? એ જાણવું જોઈએ; આ હાન હેતુ છે. તેમ અત્રે (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રેગ છે, માટે હેય છે. (૨) હેય એવા આ કર્મરેગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હેય હેતુ છે. (૩) આ કમ સેગના હાન હેતુમટાડવાના ઉપાય સંવર અને નિર્જરા છે. (૪) અને કર્મ રોગનું હાન-મટી જવું તે મક્ષ અર્થાત્ આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવના આ મહાભવરેગની અમેઘ ચિકિત્સા ભવવ્યાધિના ભિષવરો ભગવાન વિતરાગએ બતાવી છે, અને આવા જગતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક'નું પ્રવર્તન કરીને પોતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે.
કારણુજગે હો બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય;
આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભ૦” શ્રી આનંદઘનજી.
આમ સંસાર એ જ આત્માનો મેટામાં મોટો રોગ છે અને તેનું કારણ કર્મ છે, એટલે કમ પરતંત્ર્ય એ જ ભવરોગ દુઃખનું મૂળ છે. આ કર્મપારખંથી -કર્મબંધથી છૂટવું-મુક્ત થવું એ જ આત્મસ્વાતંત્ર્યરૂપ પરમ સુખમય આરોગ્ય છે, અર્થાત્ આત્માની શુદ્ધ સ્વભાવરૂપ “સ્વસ્થ ” આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે.
૨. યોગની મુખ્ય વ્યાખ્યા અને મોક્ષમાર્ગની એકતા
ઇએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મ૫૬, સંગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈક
લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.”-–શ્રીમદ્ રાજચંદ્ર, અને આત્માની આવી આ શુદ્ધ સ્વભાવમય “સ્વસ્થ” આરેગ્ય અવસ્થારૂપ મેક્ષને વેગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ “ગ”. યેાગ શબ્દ “યુજ' ધાતુ પરથી નિકળે છે. યુજ એટલે જવું-જોડવું (To unite). મોક્ષ સાથે જન-જોડાણ કરાવે છે તેટલા માટે તે “ગ” કહેવાય છે. “મોક્ષેણ રોગનાટુ ચોr:' એમ તેની મુખ્ય વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે કરીને આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરંતત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હોય કેઈ તેને શિવપદ કહે કે કઈ જિનપદ કહે, કેઈ બુદ્ધપદ કહે કે કઈ સિદ્ધપદ કહે, કોઈ અહંત કહે છે કે પરબ્રહ્મ કહે, કઈ પરમેષ્ટિપદ કહે છે કે પરમાત્મપદ કહે, કઈ તથાતા કહે કે કોઈ સિદ્ધાત્મા કહે –-પણ શબ્દભેદ છતાં પરમાર્થથી તેને સહજામસ્વરૂપમાંસહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતું નથી. એક જ ગંગા નદી છે, તેને કોઈ ભાગીરથી કહે, કે સુરનદી કહે, કઈ ત્રિપથગા કહે, કઈ મંદાકિની કહે, કોઈ જાહ્નવી