Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪
ભજે છે. (૫) અને તેથી ક્ષેભ પામેલા તેના મન-વચન-કાયાના ચગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મબ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ આશ્રવદ્વાન કમઆગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે, અને કર્મની બેડીથી બંધાયેલે આ જીવ ભવભ્રમણદુઃખ પામે છે. આથી ઉલટું (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મબ્રાંતિ છે, તે છેડી દઈ જીવ જે આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે-ભાવવિરતિ થાય. (૩) એટલે તેને આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ દેષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદઅપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિં, રાગાદિ વિભાવથી રંગાય નહિં અને નિષ્કષાય-પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વર, અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય, આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમેહને હણ વાને અચૂક ઉપાય બોધ છે, ને ચારિત્રહને હણવાને અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણી દર્શનમોહ–ચારિત્રમેહ એમ ત્રિવિધ મોહનીય કર્મની, અને તેના ઉપભેદરૂપ આ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૌદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીધ્ર સમજાઈ જાય છે, કારણ કે આ ગુણસ્થાનકનું બંધારણ (Constitution) મુખ્યપણે આત્માના આ મેહઅપગમ પર રચાયેલું છે. મેહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિશ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માના ગુણવિકાસરૂપ સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે.
આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કેઆત્મબ્રાંતિ એ જ આ ભવભ્રમણદુઃખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ
કારણરૂપ આ આત્મબ્રાંતિ ટળે છે. કારણ કે આપણે જોયું તેમ ભાવમોક્ષની તાત્વિક કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ સંકલન થયા કરે વ્યવસ્થા છે અને બંધનું દુષ્ટ ચક (Vicious circle ) ચાલ્યા કરે છે, અને
તેથી ચક્રભ્રમણન્યાયે ભવને ચકા પણ ચાલ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ (chain) કયારે શૂટે? આ દુષ્ટ ચક્રને અંત ક્યારે આવે? આત્મભ્રાંતિરૂપ ભાવકમ ડ્યૂટે તો આ સાંકળ તૂટે અને આ દુશ્ચક બંધ પડે. અર્થાત્ જીવ જે દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ ધરવાની ના પાડે, “પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તે ભાવકર્મ ન બંધાય, એટલે તેને નિમિત્ત અભાવે દ્રવ્યકમ પણ ન બંધાય, અને આ કર્મબંધની