________________
યોગદષ્ટિસમુચ્ચય/સંકલના વળી, તારાષ્ટિમાં રહેલા યોગીઓને યોગમાર્ગની કથામાં અવિચ્છિન્ન પ્રીતિ હોય છે અને ભાવયોગીઓને વિષે બહુમાન હોય છે. વળી ગુણવાન એવા યોગીઓના વિષયમાં પોતાના યોગમાર્ગની વૃદ્ધિ કરે અને લાભાન્તરાયનો ક્ષયોપશમ કરે એવી શ્રદ્ધાયુક્ત આહારાદિ દાનથી ભક્તિ હોય છે.
વળી, આ બીજી દૃષ્ટિવાળા યોગીઓ વડે કરાયેલ દાનના બળથી પોતાનામાં વર્તતા વ્યાધિ આદિનો નાશ થાય છે, તે શ્લોક-૪૨ થી ૪૪ સુધી બતાવેલ છે.
વળી, બીજી દષ્ટિવાળા યોગીઓને તેવા પ્રકારની શુભ પ્રવૃત્તિ હોવાને કારણે સંસારની દુર્ગતિઓમાં જવાનો અત્યંત ભય હોતો નથી, તેઓ સદા ઉચિત કૃત્યો કરનારા હોય છે અને અનાભોગથી પણ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. પોતે જે કૃત્યો કરે છે તેનાથી ઉપરનાં કૃત્યોમાં તેમને જિજ્ઞાસા વર્તે છે અને પોતાની ખામીવાળી પ્રવૃત્તિ પ્રત્યે સત્રાસ થાય છે. તે શ્લોક-૪૫-૪૬માં બતાવેલ છે.
વળી, તારાદૃષ્ટિવાળા યોગીઓ વિચારે છે કે સંપૂર્ણ ભવ દુઃખરૂપ છે, મુનિઓ તેના ઉચ્છદ માટે પ્રવૃત્તિ કરે છે, તેનો બોધ કઈ રીતે થાય ? વળી વિચારે છે કે અમારી મહાન પ્રજ્ઞા નથી, શાસ્ત્રનો વિસ્તાર મહાન છે, માટે શિષ્ટ પુરુષોને પ્રમાણ કરીને ભવના ઉચ્છેદનો ઉપાય જાણવા યત્ન કરવો જોઈએ. તે વાત શ્લોક૪૭-૪૮માં સ્પષ્ટ કરેલ છે. (૩) બલાદષ્ટિ :
બલાદૃષ્ટિમાં સુખાસન નામનું ત્રીજું યોગાંગ પ્રગટે છે, બોધ કંઈક દૃઢ હોય છે, પરાકોટીની તત્ત્વશુશ્રુષા હોય છે અને યોગની પ્રવૃત્તિ વિષયક ક્ષેપ દોષ હોતો નથી, તે શ્લોક-૪૯માં બતાવેલ છે.
બલાદષ્ટિમાં રહેલ સુશ્રુષાનું સ્વરૂપ શ્લોક-પર-૫૩-૫૪માં બતાવેલ છે.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૩ તિથિ-વૈશાખ સુદ ૩ તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.