________________
યોગદષ્ટિસમુચ્ચય/સંકલના (૫) સ્થિરાદષ્ટિ :
ગ્રન્થિના ભેદથી સ્થિરાદષ્ટિ પ્રગટે છે અને સ્થિરાદૃષ્ટિમાં રત્નની પ્રભા જેવો સ્થિર બોધ હોય છે. વળી તે બોધ સામાન્ય રત્નપ્રભા જેવો નહિ, પરંતુ દીવાના પ્રકાશ કરતાં અધિક પ્રકાશ ફેલાવે તેવા રત્નવિશેષની પ્રભા જેવો હોય છે, જેથી યોગમાર્ગની દિશાનો યથાર્થ નિર્ણય થાય છે અને શક્તિ અનુસાર યોગમાર્ગમાં યત્ન થાય છે. તેથી સ્થિરાદષ્ટિમાં વર્તતા યોગી ભાવથી યોગમાર્ગમાં પ્રવૃત્ત છે. (૧) કાન્તાદષ્ટિ :
કાન્તાદૃષ્ટિમાં તારાની આભા જેવો બોધ હોય છે. તેથી સ્થિરાદષ્ટિના બોધ કરતાં પણ અધિક બોધ હોય છે. આથી કાન્તાદૃષ્ટિમાં વિશિષ્ટ અપ્રમાદયુક્ત યોગમાર્ગની પ્રવૃત્તિ હોય છે. (૭) પ્રભાદષ્ટિ :
પ્રભાષ્ટિમાં સૂર્યની આભા જેવો બોધ હોય છે અને તે બોધ પ્રાયઃ વિકલ્પ વગર સદા ધ્યાનનો હેતુ છે. (૮) પરાદષ્ટિ :
પરાષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકાના પ્રકાશ જેવો બોધ હોય છે, જેથી યોગીઓ યોગમાર્ગમાં સર્વથા વિકલ્પરહિત ધ્યાનમાં પ્રવૃત્ત હોય છે. આ દૃષ્ટિમાં રહેલા યોગીને જો શક્તિનો પ્રકર્ષ થાય તો ક્ષપકશ્રેણી પ્રગટે છે અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
શ્લોક-૧૬માં આઠ દૃષ્ટિઓમાં પ્રગટ થતાં આઠ યોગાંગો, યોગમાર્ગમાં વર્તતા ખેદાદિ આઠ દોષોનો પરિહાર, અને યોગમાર્ગને અનુકૂળ પ્રગટ થતા અદ્વેષ આદિ આઠ ગુણો બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આઠે દષ્ટિઓમાં આઠ યોગાંગોમાંથી ક્રમસર એક એક યોગાંગ પ્રગટ છે, યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિજ્ઞભૂત એવા ખેદાદિ આઠ દોષોમાંથી ક્રમસર એક એક દોષનો પરિહાર થાય છે, અને અદ્વેષ આદિ આઠ ગુણોમાંથી ક્રમસર એક એક ગુણ પ્રગટ થાય છે. તેથી આઠ યોગાંગોના બળથી, ખેદાદિ આઠ દોષોના પરિહારથી, અને અદ્વેષ આદિ આઠ ગુણોની પ્રાપ્તિથી મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડીને અસંગઅનુષ્ઠાન સુધીનો સંપૂર્ણ યોગમાર્ગ આઠ વિભાગમાં વિભક્ત થાય છે.
સાચી શ્રદ્ધાથી યુક્ત એવો બોધ તે દૃષ્ટિ કહેવાય છે, અને આ બોધ અસદ્ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવીને સ–વૃત્તિપદને પ્રાપ્ત કરાવનાર છે=શૈલેશીઅવસ્થારૂપ સપ્રવૃત્તિપદને પ્રાપ્ત કરાવનાર છે. દષ્ટિનું આ પ્રકારનું લક્ષણ શ્લોક-૧૭માં કરેલ છે.
વળી આ યોગની દૃષ્ટિઓ સ્થૂલથી આવરણના ભેદને કારણે આઠ પ્રકારની છે, અને સૂક્ષ્મથી વિચારીએ તો અવાન્તર ભેદોને આશ્રયીને અનંત ભદવાળી છે. તે કથન શ્લોક-૧૮માં સ્પષ્ટ કરેલ છે.
આઠ દૃષ્ટિમાંથી પહેલી ચાર દૃષ્ટિ પાત પામે તેવી છે અને સાપાય છે, પાછળની ચાર દૃષ્ટિ પાત પામે તેવી નથી અને નિરપાય છે, તે શ્લોક-૧૯માં સ્પષ્ટ કરેલ છે.