________________
— *
E
*
*
-
*
-
*
*
*
*
*
*
*
*
*
-
-
પીઠિક. છે જ પરંતુ વ્યવહારમાં તે તે મનુષ્યની કાર્યવ્યવસ્થા અને વર્તણુક આદિથી એકમેક પ્રતિથી વિરૂદ્ધ દર્શન થવામાં મુળ હેતુ જ્ઞાનનું ઓછાવત્તાપણું નહિ પરંતુ તેને સંસ્કૃત કરવામાં ન્યુનાધિક પ્રવૃત્તિ એજ મુખ્ય હેતુ અનુભવવામાં આવે છે. મનને વેગ અગમ્ય બુદ્ધિની ગતિનું તિત્રત્વ અને મસ્તિષ્કની ચમત્કૃતિ, એ સર્વ સામગ્રી પ્રતિ ભિન્ન મનુષ્યોમાં પ્રતિ ભિન્ન દર્શન થાય છે તેનું પણ બહુધા એજ પ્રયોજન જણાય છે ખરું, પરંતુ એ સર્વ જ્ઞાન રૂ૫ સૂર્યનાં પ્રતિ ભિન્ન કિણે છે. મુખ્ય જે જ્ઞાન વસ્તુ છે તે સર્વદા નિદજ છે તેને ન્યૂનાધિકાંશની સ્થિતિમાં રાખવું એ મનુષ્યની પ્રવૃત્તિ ઉપર બહુધા વધારે
આધાર રાખે છે. જ્ઞાનના બે પ્રકાર પૂર્વથી ગણવામાં આવ્યા છે. એટલે કે જે જ્ઞાન વેદાન્ત પિતાના સૂત્રોમાં વણે છે તે અન્ય, અને જે જ્ઞાનને વ્યવહારમાં વ્યાવહારાય છે, તે તેથી અન્ય જ છે. આ દિવિધ જ્ઞાનમાં વ્યાવહારિક જ્ઞાન એ જેમ વ્યવહારમાં અધિક | ઉપયોગી છે તેમ સત્ય જ્ઞાન એ પરમતત્વના દર્શનમાં ઉપયુક્ત છે.
આ સ્થાન જે જ્ઞાન સપાદિત કરવાને આગ્રહે છે તે વ્યાવહારિકજ્ઞાન છે. આ ઉભયપ્રકારના જ્ઞાનને અધિક પુછબનાવવામાં મનુષ્ય માત્રને પ્રવૃત્તિ નિરંતર સેવવી પડે છે, તેમજ આ સાથે આટલું પણ કહ્યા વિના ચાલશે નહીં કે સદ્ગત્તિ સેવવી; એટલે માત્ર વ્યાવહારિક વર્તણૂક જ પવિત્ર રાખવી તેટલામાં પર્યવસાન થતું નથી.પરંતુ સશાસ્ત્રનું શ્રવણુ મનન અને નિદિધ્યાસન, પ્રતિભિન્ન સાચી વસ્તુસ્થિતિના સંગ્રહરૂપ પુસ્તકોનાં વાચન અને તદગત! આશયનું સંર્ણ નિરિક્ષણ અને તે પણ શ્રદ્ધાપૂર્વક હોવાથી જ જ્ઞાન અધિક પુષ્ટ બની બુદ્ધિના પવિત્રત્વમાં વિશેષ સાધનભૂત થાય છે. એટલું જ નહિ પણ તેને અને તેનાથી જે કાર્ય બને તે હમેશાં સ્તુતિપાત્ર નીવડી શકે છે.
અથાત બુદ્ધિને સંસ્કૃત કરવી. જ્ઞાનને વધારવું, એ પુસ્તકોના વાંચન શિવાય અન્ય સાધન ઘણું કરી મળી શકતું નથી. નિશાળમાં ગમે તેટલાં પુસ્તકોને ગોખી ગેખીને શાસ્ત્રમાં કહેલા “ વાળ નાપાઠ પ્રમાણે છંદગી સઘળી વ્યતિત કરવા છતાં કશું ફળ પ્રાપ્ત થતું નથી. સૃષ્ટિને અનિવાર્ય નિયમ છે કે દરેક મનુષ્ય નવિનતાનો અનુભવ લેવાને જીજ્ઞાસુ હોય છે. જ્ઞાનની વિશેષ સમૃદ્ધિ કરવા માટે ઉત્સુક રહે છે. અને જેમ બને તેમ પિતાની દરેક પ્રકારની શક્તિની અધિક વૃદ્ધ થવા માટે પ્રવૃત્તિમય રહે છે, આવી વૃત્તિ સૃષ્ટિ જન્ય સમસ્ત મનુષ્યમાં હોવા છતાં કેટલાએ તે મેળવવાની પ્રવૃત્તિથી નિવૃત્ત રહે છે. અને કેટલાકે સર્વદા અધિકાધિક કાર્યમાં પ્રેરાઇ અધિક ફળ સપાદન કરી શકી ઉચ્ચ કેટિએ પહેચાનું દર્શન કરાવે છે. જયારે અન્ય પાર્શ્વપ્રવૃત્તિ શૂન્ય અને નિવૃત્તિ પરાયણ રહી તેવા ફળથી વિમુખ રહેલાનું દર્શન થાય છે. પરંતુ જીજ્ઞાસાને ઉભયની એકજ હોય છે, સન્નિકર્થ એજ નિકળે છે કે જ્યાં સુધી જે વસ્તુ કામ કરવાની ઇચ્છા થાય અને તેનું પદાર્થના ઉપાદેય અર્થે વ્ય કર્મ કરવામાં આવે નહિ ત્યાં સુધી તે પદાર્થની પ્રાપ્તિ ક્વચિદપિ સંભવતી નથી.
મનુષ્યો પાસે માનુષત્વ પ્રાપ્ત કરવાનું બહુધા એકજ સાધન છે. અને તે ભિન્નભિની આ વિદ્યાનાં પુસ્તકેનું અવલોકન: દરેક પુસ્તક જહા જાતા સ્વરૂપમાં જદિ જાદિ વિધામાં અને
----
---
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com