________________
s
આજે લગભગ આઠ વર્ષથી તૈયાર પડેલા ગ્રન્થને હવે પછી પણ દી કાળ પત અપ્રસિદ્ધ સ્થીતિમાં રાખી અનુવાદકના શ્રમને અળ કરવેા અને ગુજરાતી જાણનારી પ્રજાને તેને અલભ્ય લાભ આપવાથી વિમુખ રાખવી એ યોગ્ય નહીં જણાતાં જેમ બને તેમ ત્વરાથી આ ગ્રન્થ છપાવવાનું કામ લેવામાં આવ્યું, અને યથા પ્રાપ્ત શાબ્દિક સંકલના સ'કલિત કરી મુદ્રાકિ ત કરવામાં આવ્યું છે. એટલે કદાચ તેમાં કોઇ સ્થળે કાંઇ ન્યૂનાધિકતા આદિ કોઈ પ્રકારના દોષનું દર્શન થાય તે તેને દરગુજર કરવા હું ખાસ વિન'તી કરવા રજા લઉં છું.
ઉપસંહારમાં એ શબ્દો કહેવા રજા લઉં છું કે માંગરોળ નિવાસી મ્હારા પરમ સ્નેહી મિત્ર રા. રા. દયાશ કર રૂદ્રજી વ્યાવહારિકને આ ગ્રન્થની પીઠિકા લખવાનું જે કા સોંપવામાં આવ્યું હતું તે તેમણે ઉપકાર સહ સ્વિકારી આ કામાં બહુ પ્રકારની મદદ કરેલી છે, તેથી તેઓના તેમજ આ ગ્રન્થની અ ંતે કઠણ શબ્દને કોષ આપવામાં આવ્યા છે. તે તૈયાર કરવાનું કામ સહૃદય સ્નેહિ શ્રીયુત મણિલાલ ઘેલાભાઇ સંધવી એ હાથ ધરી ઉત્સાહ પૂર્વક સમ્પૂર્ણ કર્યું છે તેમને માટે આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનવાનું વિસ્મરણ થતું નથી.
આ પુસ્તક માટે અગાઉથી ગ્રાહક થઈ આશ્રય આપનારા સદ્ગૃહસ્થાનાં અમર અભિધાના આ ગ્રન્થના ખીજા વાલ્યમનાં અંતે આપવામાં આવ્યા છે.
લી પ્રસિદ્ધ કોઁ.
પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com