________________
શંકાના સમાધાનમાં પ્રવેશ કર્યા વિના મારા પાસેથી આગ્રહસહવચન લેવામાં આવ્યું, અર્થાત
મ્હારા સામર્થ્યના ન્યૂનત્વ છતાં આ મહાન ગ્રન્થ પ્રસિદ્ધ કરવા માટે જે હું શક્તિવાન થયો હોઉં તે તે ઉપકાર મહારા મિત્ર વર્ગને જ છે અને પુર્વોત અપેલા વચનાનુસાર મેં કરેલ પ્રવૃતિમાં કેટલે અંશે ફળિભૂત થયો છું તેનું તોલન કરવાનું કામ જન સમાજને સોંપવાનું હું ઉત્તમ સમજું છું,
આ ગ્રન્થનું મુદ્રણ કાર્ય શરૂ થતાં પુર્વે મહારા પરમ મિત્ર વર્માન્તર્ગત શ્રીયુત માધવ છભાઇનું અનાયાસે મૃત્યુ થયું, તેની સાથે આ પ્રેસનું કેટલુંક વ્યવસ્થાપકના અધિકારનું કામકાજ કરનાર શેઠ ભાઈચંદભાઈ મોદરદાસનું પણ સ્વર્ગ ગમન થયું. આ પ્રમાણે ઉભય સહાયકોના આ લોકના પરિત્યાગથી અંતઃકરણમાં કલેશના પ્રવેશ વડે કરીને દિર્ઘકાળ પર્યન્ત મન અતિ વ્યગ્ર રહ્યું અને તેને પરિણામે આ ગ્રન્થનું મુદ્રણ કાર્ય ગાઢ નિંદ્રાને અધિન થયું હતું. એટલું જ નહીં પણ વિશેષમાં વળી આ ગ્રન્થની ગુર્જર રચના અને તેની ભાષા શૈલી કાંઈક વધારે કિલટ હોઇને સામાન્ય વાચક વર્ગને તે ફળદાયક નિવડે કે કેમ? રૂચિકર થશે કે કેમ? અને આનંદદાયક થશે કે કેમ ? એ પ્રશ્નગણના ઉથાને ચિત્તને વધારે ચંચળ બનાવ્યું, અને ગ્રહણ કરેલું વચન પૂર્ણ કરવા માટે હેજ વિક્ષેપે પ્રવેશ કર્યો. પરનું સમયજતે મહારા સમ્બન્ધમાં આવનારા મહારા મિત્રવર્ગ અને હિતચિંતકો તથા તદુપરાંત તૈયાર પડેલે આ ગ્રન્થ જે જે લોકોના જાણવામાં આવ્યો હતો, તેઓના અત્યંત આગ્રહ અને પ્રોત્સાહક શબ્દ પ્રહાર વડે કરીને પુનઃ મન જાગૃત થયું, અને છાપવાનું શરૂ કર્યું, અમુક ફોર્મો છપાવ્યા અને તે છપાયેલા ફોર્મો વિજન મંડળના અવલોકનાથે મોકલતાં કેટલાએક તરફથી ભાષા સંબંધી આરોપ આવી તેમાં સરળતાની અગત્યતા જણાવવામાં આવી અને કેટલાકો તરફથી એવો સ્ફટ અભિપ્રાય આવ્યો કે આ ગ્રન્થ તેવી ભાષામાં લખાયેલો છે કે તેનું અવલોકન વિદ્વાન બુદ્ધિવાન વર્ગજ કરી શકશે પરંતુ સામાન્ય જ્ઞાન શકિત સમ્પન્ન મનુષ્યને તે રૂચિકર થશે નહીં આવાં સત્ય સૂચક પરતુ નિરૂત્સાહિક પ્રતિઉત્તરોને માન આપવા તથા સમસ્ત જન મંડળ સ્નેહ પૂર્વક તેને અભ્યાસ કરી શકે એવી ચિંતા રાખી આ ગ્રીના ગુર્જરીનુવાદકને તેની સરલ સુધારણ અર્થે વિજ્ઞાપના કરવામાં આવી, કિન્તુ એ વિજ્ઞાપનાના અવિકાર પૂર્વક ઉત્તરમાં તેવા શબ્દોનું પ્રદાન થયું કે " આ પ્રન્થ ખેડુત વર્ગના લોકો માટે નથી પણ વિદ્વાનેના હાથમાં મૂકવાની છે, તેથી તથા ગ્રન્થના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com