________________
હું જાણકાર છું, માર્ગની ગતિ જાણું છું. હું જ તે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળને ખેંચી લાવીશ. પછી તે પુષ્કરણીમાં ઊતર્યો, જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ ઊંડું પાણી અને ઊંડા કાદવ જણાયાં. તેથી તે માણસ ત્યાં જ ખેંચી ગયો; અને દુઃખી થયો. આમ ત્રીજો પુરૂષ પણ કમળ સુધી નહિ પહોંચી શક્યો. તે અધવચ્ચેજ કાદવમાં ખેંચી ગયો. આમ ત્રીજો પુરુષ જાય છે.
૬૪૨. હવે ત્યાં ચોથો માણસ આવે છે. તે ઉત્તર દિશાથી આવ્યો. તે પુષ્કરિણીના
તીરે ઊભો રહી જોવે છે ત્યાં, પુષ્કરિણીના અધવચ્ચે એ સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ અને કિનારેથી અંતરે ત્રણ માણસ કાદવમાં ખૂછેલાં, વિના કમળ મેળવે, દુ:ખી થયેલાં જોયા. તે બોલ્યોઃ આ ત્રણે માણસો જાણકાર નથી, તે માર્ગની ગતિ નથી જાણતા. તેથી તે શ્રેષ્ઠ શ્વેત કમળ નહિ મેળવે. હું છું જાણકાર, કુશળ પંડિત. માર્ગની ગતિ જાણું છું, હું જ આ સર્વશ્રેષ્ઠ શ્વેત કમળને ખેંચી લાવીશ. પછી તે પુષ્કરિણીમાં ઊતર્યો, જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ વધારે પાણી અને વધારે કાદવ જણાયાં. તેથી તે ત્યાં જ ખૂંચી ગયો, ન કિનારે પહોચ્યો કે તે સર્વશ્રેષ્ઠ કમળને મેળવ્યું. આમ તે પણ ત્યાં જ દુઃખી થઈ બેસી રહ્યો.
૬૪૩. હવે ત્યાં એક સાવ પાતળો ઋક્ષ એવો એક ભિક્ષુ, કોઈ એક દિશાથી ત્યાં
આવી તે પુષ્કરિણીના કિનારે ઊભો રહી જોવા લાગ્યો. તે જાણકાર હતો તે માર્ગનો અને તેની ગતિનો. તે બોલ્યો. આ ચાર માણસો જાણકાર નથી, તેમ હોવાથી તે આ સર્વશ્રેષ્ઠ શ્વેત કમળને નહિ મેળવે. હું છું ભિક્ષુ,