________________
શરીર અન્ય અને આત્મા અન્ય છે, તેમ તે સાચું નથી કહેતાં.
૬૫૧. આમ કહી, તે ધૃષ્ટતાથી સદાએ મમતાનો ધર્મ કહે છે. તેથી તે કહે છે :
મારો, ખોદો, ખોટું બોલો, છેદો, બાળો, પકાવો, લૂંટો, ખૂંટો, સત્કાર કરો, વિગેરે, અહીં જીવ છે, પરલોકે નથી. તે બીજાં કશુંએ કહેતાં નથી, જેમ કે: ક્રિયા, અક્રિયા, સારાં કૃત્યો, દુષ્ટ કૃત્યો, કલ્યાણ કે પાપ, સજ્જન કે દુર્જન, સિદ્ધિ કે અસિદ્ધિ, રાગ કે દ્વેષ; આમ તે વિવિધ પ્રકારનાં કર્મો કરે છે, આરંભ સમારંભ કરે છે, વિવિધ પ્રકારે કામભોગોને ભોગવે છે, આમ તે મોજમજા કરવામાં આસક્ત રહે છે.
૬૫૨. ત્યાં, કોઈ સતત ધૃષ્ટતાથી મમતાનો ધર્મ કહે છે, તેમાં શ્રદ્ધા કરી, તે
પ્રાપ્ત કરે છે. તે શાસ્ત્ર જાણતાં શ્રમણ હોય કે બ્રાહ્મણ હોય, તેને તે ઇચ્છે છે, કહે છેઃ હે આયુષ્માન ! અમે તમને પૂજીએ છીએ, પછી તે ખાનપાન, ખાદ્ય કે સ્વાદ્ય, મુખવાસ, મીઠાઈ, વસ્ત્ર, કાંબળો કે પાયલૂછશું ગ્રહણ કરવા કહે છે. બીજા કોઈ પૂજન કરવાની કે કરાવવાની દીર્ઘ ઇચ્છા કરે છે.
૬૫૩. પૂર્વેજ તેને જાણેલુંઃ શ્રમણ થઈશ, અણગાર, અકિંચન, પુત્રવિનાનો,
પશુવિનાનો, પરદત્ત ભોજન કરતો, ભિક્ષુ, પાપ કર્મ ન કરતો, જ્યારે સમુદાયમાં સ્થાપન થાય, ત્યારે તે પોતે અપ્રતિવિરત થાય છે. પોતે લે છે, અન્ય વડે લેવરાવે છે, જો, કોઈ લેતો હોય તેને અનુમતિ આપે છે. આમ જ તે પુરુષ, સ્ત્રી કામભોગોમાં ડૂબી જઈ તેમાં ઘણો જ વિષયલંપટ થાય છે, લોભ કરે છે, રાગ દ્વેષ પણ કરે છે. તે પોતે કર્મ છેદે નહિ કે અન્યને છેદવાનું કહે નહીં. પછી તે અન્ય પ્રાણો, ભૂતો, જીવો, કે સત્તાઓનાં કર્મો છેદાવતો નથી. પૂર્વ સંયોગોથી હીણ, આર્ય માર્ગ ન મેળવી, તે નથી બોલાવતો મદદ અર્થે કે નથી પેલી પાર જતો આ સંસાર , સમુદ્રથી; વચ્ચે કામભોગોના દુ:ખોથી પીડાતો રહે છે. આમ પહેલો પુરૂષ, તે જીવ અને તે શરીરવાદી હોય છે.
- 17