________________
૬૭૩. હવે જો મારા જ્ઞાતિજનો કે જે ભયતારક છે, તેમને દુઃખ ઉપજે છે,
રોગાતકો થી હેરાન થાય છે, તે અનિષ્ટ છે, સુખ દેતાં નથી. તે સર્વે હણવા કે જે મારા જ્ઞાતિજનોને દુઃખ આપે છે, અનિષ્ટ છે. હું તે ભયતારકને, મારા જ્ઞાતિજનોને તેમાંથી છોડાવી નથી શકતો, કે તે બદલાવી મારા ઉપર નથી લઈ શકતો. તેથી તેમને હું દુઃખમુક્ત નથી કરી. શકતો. આમ પૂર્વે બનતું જ નથી.
૬૭૪. અન્યનું દુઃખ અન્યને ન ફેરવી શકે, અન્યએ કરેલાં કર્મો અન્ય ન ભોગવે,
પ્રત્યેક જન્મે છે, પ્રત્યેક મરે છે, પ્રત્યેક જાય છે, પ્રત્યેક ઉપજે છે. પ્રત્યેકને જંજાળ છે, પ્રત્યેકને સંજ્ઞા છે, પ્રત્યેકને મન છે. તેથી વેદના વેઠે છે, તેથી જ્ઞાતિસંગ તારે નહીં જ, રક્ષણ ન જ કરે. પુરૂષ પોતે એક વખતે જ્ઞાતિના સંબંધનો ત્યાગ કરે છે, ત્યારે જ્ઞાતિસંયોગો પણ પુરૂષનો ત્યાગ કરે છે. તેથી અન્ય છે જ્ઞાતિસંબંધો અને હું છું તેમનાથી અન્ય. તેથી શું કરી અમે અન્યોન્યનાં જ્ઞાતિસંયોગે મૂચ્છ પામીએ છીએ? આમ જાણી અમે જ્ઞાતિસંયોગનો ત્યાગ કરીએ છે.
૬૭૫. તે બુદ્ધિમાન જાણે છે કે આ બહારનું છે, આ જ રાગ ઉપજાવે છે, જેમ
કે:- મારા હાથ, મારા પગ, મારા બાહુ, મારી સાથળો, મારું માથું, મારું પેટ, મારું શીલ, આયુ અને બળ, મારો વર્ણ, મારી ચામડી, મારી પ્રતિષ્ઠા, મારા કાન, મારો સ્પર્શ, મારી આંખો, મારું નાક, મારી જીભ, આ સર્વેમાં હું મમતા કરું છું. જેમ તે ઉમરથી વધે તેમ મને ઝૂરવું પડે છે, આયુ કે બળ, વર્ણ કે ત્વચા, છાતી, શ્રવણ, સ્પર્શ ઓછા થાય છે. શરીરમાં સાંધા જે સારા છે, પછી તે ઢીલા થાય છે, ગાત્રોનો રંગ બદલાઈ જાય છે, કાળા કેશ સફેદ થાય છે, જેમ કે આ કૃષ કાયા કે જે આહાર વડે પોપું છું તે પણ અનુક્રમે મારે ત્યાગવી પડશે.
૬૭૬. આમ જાણી તે ભિક્ષુ, ભિલુજીવનમાં સ્થપાઈ જાય. વળી તે લોકને જાણી
લે, જીવો અને અજીવોને, ત્રસ જીવોને અને સ્થાવર જીવોને પણ તે જાણી
લે.
31