________________
ઘાત કરવા, આશ્રમનો ઘાત કરવા, સન્નિવેશનો ઘાત કરવા, નિગમનો ઘાત ક૨વા, રાજધાનીનો ઘાત ક૨વા, જે માણસ દેખાય છે ત્યાં તેને ચોર નથી છતાં ચોર માની હણે છે. આમ થયું દૃષ્ટિ વિપર્યાસનું કર્મ. આ જાતના કર્મ સાવર્જ છે. આ છે પાંચમું દૃષ્ટિ વિપર્યાસ વૃત્તિનું સ્થાન.
૭૦૦.હવે છઠ્ઠું ક્રિયાસ્થાન તે મોષ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ પોતાને માટે, જ્ઞાતિ માટે, ઘર માટે, પરિવાર માટે, તે પોતે ખોટું બોલે છે, બીજા વડે ખોટું બોલાવે છે, કે અન્ય ખોટું બોલી રહ્યો હોય તેને અનુમતિ આપે છે. આ પ્રકા૨નું કર્મ સાવર્જ કહ્યું છે. આમ થયું છઠ્ઠું મોષ વૃત્તિનું ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
૭૦૧. હવે સાતમું અદત્તાદાન વૃત્તિનું ક્રિયાસ્થાન કહે છેઃ- કોઈ માણસ પોતાને માટે, કે પરિવારના હેતુએ જાતે ન આપેલું લે છે, બીજા વડે લેવરાવે છે, અન્ય લેતો હોય તેને અનુમતિ આપે છે. આ પ્રકારનું કૃત્ય સાવર્જ કહ્યું છે. આ થયું સાતમું અદત્તાદાન નામે ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
૭૦૨. હવે આઠમું ક્રિયાસ્થાન તે અધ્યર્થી એ કહેવાય છે. કોઈ માણસ પાસે જરા પણ, કશુંએ નથી, છતાં તે વિખવાદ કરે છે, પોતેજ હીન, દીન, દૂષ્ટ, દુર્મનવાલો હતાશ થઈ મનમાં સંકલ્પ કરે છે. તે ચિંતાસાગરમાં ડૂબી પોતાની હથેલી ૫૨ મુખ રાખી, આર્ત ધ્યાન ધરે છે. નીચે જમીન પ૨ નજ૨ રાખી વિચારોમાં પડે છે. ત્યાં તે પોતાના ઉદ્દેશથી ચાર સ્થાન વિષે શંકારહિત છે. જેમ કે ક્રોધ, માન, માયા અને લોભથી સ્વાર્થમાં પડે છે એમ કહ્યું છે. આ જાતનાં કર્મો સાવર્જ કહ્યા છે. આ થયું આઠમું અધ્યર્થી એ નામનું ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
49