________________
૭૪૪.પૂર્વે આમ કહ્યું છે - આ ગતિના જીવો અનેક પ્રકારના યોનિઓની
અંદરના, પોતાને કર્મ કરી ત્યાં આવે છે. વિવિધ પ્રકારના ત્રણ સ્થાવર પ્રાણોનાં શરીરો પર સચિત્ત કે અચિત્તમાં વાયુકાય રૂપે વર્તાય છે. અગ્નિની જેમ ચાર આલાપકો કહેવા.
૭૪૫.આમ પૂર્વે કહેલું છે - આ જીવો છે અનેક પ્રકારના યોનિઓના, તે
પોતાના કર્મે ત્યાં થાય છે. વિવિધ પ્રકારના, ત્રણ સ્થાવર જીવોના શરીર સચિત્ત કે અચિત્તમાં પૃથ્વીરૂપે, કાંકરા રૂપે, વાળરૂપે થાય છે. નીચેની ગાથાઓથી જાણી લેવું:માટી, કાંકરા, રેતી, પત્થર, શિલા, અને મીઠું લોઢું, કલાઈ, તાંબુ, સીસું, રૂપું, સોનું અને હીરા /૧/ હરતાલ, હિંગલો, મણો શિલા, પારો, સુરમો પ્રવાળ ! અભ્રકનાં પડ, અદ્ભવાળુ, બાદરકાય, વિવિધ મણી રા. ગોમેદ રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ ! મરગત, મશારગલ્લ, ભૂચમોયગ ઇદ્રનીલ ૩. ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, સોગંધિક જાણવા ! ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત અને સૂર્યકાંત ૪ /
આ ગાથાઓ કહેવી, જ્યાં સુધી સૂર્યકાંત વર્તાય છે, તે જીવો ત્યાં વિવિધ પ્રકારના ત્રણ સ્થાવર જીવોનો સત્ત્વ ખાય છે. તે જીવો પૃથ્વી શરીરનો આહાર કરે છે. જ્યાં સુધી તે વર્તાય છે. તે પછી, ત્રણ સ્થાવર યોનિઓના પૃથ્વીના, સૂર્યકાંત સુધીનાં શરીરો, વિવિધ વર્ણનાં કહ્યાં છે. તેમના ઉદગની જેમ ત્રણ આલાપકો કહેવા.
૭૪૬. આમ પૂર્વે કહ્યું છેઃ- સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્તા, વિવિધ
પ્રકારની યોનિઓ, વિવિધ પ્રકારે સંભવે છે, વિવિધ પ્રકારે થાય છે, શરીરની યોનિઓ, શરીરે ઉપજે છે, શરીરે આવે છે, શરીરોનો આહાર કરે છે, કર્મ ઉપજવાથી, કર્મોના કારણે, કર્મની ગતિઓમાં, કર્મની
- - - 109