________________
૮૬૫. ભગવાને દાખલો આપ્યો - ગતિથી શ્રમણોપાસક થાય છે. તેમનામાંજ
આવો પ્રસંગ થયો છે. અમે મુંડન કરી, ઘર છોડી પ્રવ્રજ્યા નહિ લઈએ, અમે ચૌદસ, આઠમ, પૂનમ, અને અમાસના દિવસોએ પરિપૂર્ણ પોષધ નહિ કરીયે, તે પછી અમે વિહાર કરી પૂર્વ દિશાએ મુખ રાખી સામાયિક અને દેશાવગાસિક વ્રત કરીશું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં જે સર્વે જીવો છે તેમને ક્ષેમ કરીશું.
(૧)
ત્યારે તે આરામાં જે ત્રસજીવો છે, તે શ્રમણોપાસકના પચ્ચખાનથી શિક્ષાથી મુક્ત છે, ત્યાંથી આયુ પુરું કરી તે છૂટે છે અને તે જ આરામાં ત્રસપ્રાણીઓ થઈ વર્તે છે. તે શ્રમણોપાસકના દંડથી મુક્ત છે. તેથી તેમને શ્રમણોપાસકનું દંડમુક્તિનું પચ્ચખાન સારું થાય છે. તે જીવો છે, તે ત્રસ પણ છે, તે મહાકાયા અને ચીર સ્થિતિના છે. આ દૃષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
(૨)
તે આરામાં જે ત્રસજીવો આજીવન શ્રમણોપાસકના દંડથી મુક્ત છે, ત્યાં આયુ પુરું કરી, છૂટે છે અને તેજ આરામાં સ્થાવર જીવરૂપે પ્રત્યાય છે. ત્યાં એક અર્થે તે દંડમુક્ત નથી પણ બીજે અર્થે આજીવ દંડમુક્ત છે. તેમને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. તે પણ જીવો છે, ત્રસ છે, તે ચીર સ્થિતિવાળા છે. તેથી તમારું કહેવું સમજાય તેમ નથી.
(૩) તે આરાના ત્રસજીવો કે જે દંડમુક્ત છે, ત્યાંથી છૂટી પછીના
આરામાં ત્રસ સ્થાવર જીવોરૂપે વર્તાય છે. ત્યાં પણ તે શ્રમણોપાસકના દંડથી આજીવ મુક્ત છે. તેથી તેમને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. તે જીવો છે અને આ દૃષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
163