________________
વર્તાય છે. ત્યાં તે એક અર્થે દંડમુક્ત નથી પણ બીજે અર્થે દંડમુક્ત છે. આથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે સારું છે. આ દ્રષ્ટિએ પણ હવે તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
(૯) પરેશ એટલે પછીના જે ત્રસ સ્થાવર જીવો છે, તે દંડમુક્ત છે, ત્યાં
આયુ પુરું કરી ત્યાંથી છૂટી તે પછીના (પણ) વખતમાં ત્રણ સ્થાવર જીવોરૂપે દેખાય છે. અહીં પણ તે દંડમુક્ત છે. તેથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે પણ સારું થાય છે. આ દ્રષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
૮૬૬. ભગવાને કહ્યું - આમ ક્યારેય થયું નથી, થતું પણ નથી, અને ભવિષ્યમાં
થશે પણ નહીં, જ્યારે સર્વે ત્રસજીવોનો નાશ થઈ સ્થાવર જીવો ઉપજે અથવા સર્વ સ્થાવર જીવોનો નાશ થઈ ત્રસજીવો ઉપજે. ત્રસ અને સ્થાવર જીવોનો સમૂળગો નાશ થવાનું તું કે અન્ય કોઈ કહે છે, એવો કોઈ પર્યાય છે નહિ. નથી એવો કોઈ પર્યાય આ કહેવું સમજાય તેમ નથી.
૮૬૭. ભગવાને દાખલો આપ્યો - હે ઉદક! જે શ્રમણ બ્રાહ્મણોની નિંદા કરે છે,
મૈત્રી માને છે, તે ભવિષ્યમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અર્થે શુદ્ધ કર્મો ન કરવાથી પોતાના પરલોકનું પરિમંથન કરે છે. જે શ્રમણ બ્રાહ્મણોની નિંદા ન કરે, મૈત્રી માને, તે ભવિષ્યમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રથી, પાપ કર્મો ન કરવાથી પરલોક વિશુદ્ધિ માટે તૈયાર થાય છે.
૮૬૮. ત્યારે તે ઉદક પેઢાલ પુત્ર, ભગવાન ગૌતમને ઉઘાડે મોઢે આદર ન
બતાવી જે દિશાએથી તે આવેલો તે જ દિશાએ જવા તૈયાર થયો.
167