Book Title: Sutrakritang Skandh 02
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 180
________________ ૮૬૯. ભગવાને દાખલો આપ્યોઃ- હે આયુષ્યમાન ઉદક! જે કોઈ ત્યાં શ્રમણ માહણની સમીપે એક પણ આર્ય ધર્મનું સુવાક્ય સાંભળી શાંતિ મેળવે, ત્યારે પોતાનું સૂક્ષ્મ રીતે પ્રતિલેખન કરે, અનુત્તર યોગક્ષેમનું વચન મેળવે ત્યારે પણ તે સારી રીતે જાણવાનું સ્વીકારે, વંદન કરે, નમે, સત્કાર અને સન્માન કરે, સ્વકલ્યાણ માટે દેવની કે ચૈત્યની જેમ પૂજન કરે, તે પ્રમાણે આદર બતાવી વર્તે. - ૮૭૦. જવાબમાં ઉદક બોલ્યોઃ- હે ભગવંત! આવાં શુભ વચનો મેં પહેલાં સાંભળેલા નહીં. તેનો બોધ પણ ન પામ્યો. તે વચનો ન જાણ્યાં કે જોયાં. તે યાદ ન રહેવાથી કે વિશેષ રૂપે સંતોષ ન પામવાથી કે ન જાણવાથી, તેની ગુઢતા ન જાણવાથી, ગુરૂ પાસેથી ન મેળવવાથી, વિરોધીઓએ તેનો વિસ્તાર ન છેદવાથી, તેનો અર્થ મેં સારી રીતે જાણ્યો નથીં. તેના ગુપ્ત ન બતાવવાથી, તેને બરાબર ધારણ ન કર્યા. તેમાં શ્રદ્ધા ન પામ્યો કે તે વચનો સ્વીકાર્યા નહિ, તેમાં રુચિ પામ્યો નહીં. હે ભગવાન ! હવે તે વચનો મે જાણ્યાં છે, સાંભળ્યાં છે તેથી જ્ઞાન પામ્યો છું. તે વચનો હું ધારું છું, તેનામાં શ્રદ્ધા કરું છું. તે પ્રાપ્ત કરી તેમાં રુચિ રાખું છું. જે વચનો મને કહ્યાં તેમાંજ મને શ્રદ્ધા થઈ છે. ૮૭૧. ભગવાન કહે છે :- હે આર્ય તેમાં તુ શ્રદ્ધા કર, તે પ્રાપ્ત કરી રુચિ ક૨, આ જે મેં સઘળું તને કહ્યું છે તેમાં જ! ૮૭૨. ઉદકે જવાબમાં કહ્યું:- હે ભગવંત! હું તમારી પાસેથી ચાર ચામવાળા ધર્મમાંથી પાંચ વ્રતોવાળા પ્રતિક્રમણસાથેના ધર્મમાં આવવા માગું છું. તે અંગીકાર કરી વિહાર કરવાં ઇચ્છું છું. ૮૭૩. ત્યારે ભગવાન ગૌતમે ઉદકને સાથે લઈ જ્યાં ભગવાન મહાવીર હતાં ત્યાં લઈ ગયા. ઉદકે ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદી નમસ્કાર કર્યા. પછી તે બોલ્યોઃ- હે ભગવાન! હું તમારી પાસેથી ચાર 169

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184