________________
યુવાને
યામવાલા ધર્મમાંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા પ્રતિક્રમણ સાથેના ધર્મનું ઉપાર્જન કરવા ઇચ્છું છું. પછી હું વિહાર કરવા જઈશ.
ત્યારે ભગવાન મહાવીરે કહ્યું - હે દેવાનું પ્રિય! જેમ તને સુખ થાય તેમ કરે. ત્યારે ઉદકે ભગવાન મહાવીર પાસેથી ચાર યામવાબા ધર્મમાંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા પ્રતિક્રમણ સાથેના ધર્મનું ઉપાર્જન કર્યું. તે પછી ઉદકે વિહાર કર્યો.
આમ હું કહું છું. અધ્યાય સાતમો સમાપ્ત. સુત્રકૃતાંગનો બીજો શ્રુતસ્કંધ સમાપ્ત.