________________
સંયમી નથી. તે ઘણા પ્રાણ વિરત પણ નથી. તે પોતપોતાનું સાચું ખોટું આમ જવાબમાં કહે છે - મને ન મારો અન્યને મારો, પછી વખત આવે ત્યારે કાળ કરી અસુરોનાં ગંદા પાપી સ્થાને ઉપજે છે. ત્યાં ભોગવ્યાં પછી ત્યાંથી છૂટી, એડકાની જેમ મુંગા અને અંધારાની જેમ કાળા વર્તાય છે. તે પણ પ્રાણી છે, આમ તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
૮૬૨. ભગવાને દાખલો આપ્યોઃ- મનુષ્ય ગતિમાં આવેલાં જીવો દીર્ઘ
આયુવાળા થાય છે, તેમને આજીવ, શ્રમણોપાસકનો દંડ મુક્ત છે. પછી કાળ કરી તે પરલોકે વર્તાય છે. તે પણ પ્રાણી છે. ત્રસ પણ છે. તેમની કાયા મોટી છે. તેમનું આયુ દીર્ઘ છે. ઘણાં ખરા જીવો તે શ્રમણોપાસકના દંડથી મુક્ત છે. તેમને માટે પચ્ચખાન સારું છે. આ પ્રમાણે પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
૮૬૩. ભગવાને દાખલો આપ્યોઃ- ગતિએ આવેલા જીવો, સમાન આદુવાળા
થાય છે. તે શ્રમણોપાસકના પચ્ચખાનથી આજીવન દંડમુક્ત છે. તે જીવો સાથેજ કાળ કરે છે. પછી પરલોકે વર્તાય છે. તે જીવો છે, ત્રસ પણ છે, તે મહાકાયા અને ચીર સ્થિતિના સમાન આયુવાળા છે. ઘણાખરા જીવો માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. આમ પણ તારું મંતવ્ય સમજાય તેમ નથી.
૮૬૪. ભગવાને દાખલો આપ્યો:- ગતિએ ઉપજેલા જીવો અલ્પ આયુવાળા,
શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને આજીવન રંડમુક્ત કરે છે. તે કાળ કરી પરલોકે પ્રત્યાય છે. તે જીવો છે, ત્રસ પણ છે. તે મહાકાયા અને અલ્પ આયુવાળા છે. તેમને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે, પણ અલ્પજીવો માટે તે સારું નથી થતું. ઘણા જીવો માટે તે શાંતિવાળું છે. આ રીતે પણ તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
-
161