________________
૮૫૮. ભગવાને દાખલો આપ્યોઃ- પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. કોઈ મોટી ઇચ્છાવાળા, મોટા હિંસક, મોટો પરિગ્રહ કરતાં, અધાર્મિક, બીજાને દુઃખમાં જોઈ હર્ષ પામે, સર્વે જાતનો પરિગ્રહ કરે છે. આમ તે આખી જિંદગી વર્તે છે. તેમને માટે શ્રમણોપાસકનો દંડ આજીવન ન થાય, ત્યાં તે આયુ પૂર્ણ થયે મરણ પામી દુર્ગતિમાં જાય છે.
તે પ્રાણો છે, ત્રસ પણ છે, તે મહાકાયા સ્થિર સ્થિતિ અને લાંબા આયુષવાળા થાય છે. ત્યાં ઘણાએ જીવો માટે તે પચ્ચખાન સારું થાય છે. અલ્પ જીવોને માટે તે સારું નથી. તેથી તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
૮૫૯. ભગવાને દાખલો આપ્યોઃ- પોતપોતાની ગતિ મુજબ માણસો થાય છે. તે અહિંસા પાળે, પરિગ્રહ ન કરે, ધાર્મિક અને ધર્મપ્રમાણે વર્તે છે. તે આજીવન સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તેમને માટે શ્રમણોપાસકનો દંડ મુક્ત છે. ત્યાંથી આયુ છોડી સારાં કર્મોએ, સારી ગતિ પ્રાપ્ત કરે છે. આ પણ જીવો છે, ત્રસ છે, તેથી તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
૮૬૦. ભગવાને દાખલો આપ્યોઃ- ગતિપ્રમાણે માણસો થાય છે. અલ્પ ઇચ્છાવાળા, અલ્પ હિંસા કરતાં, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્મથી વર્તન કરતાં, તે એક જાતના પરિગ્રહથી વિરતિ લેતાં નથી. તે શ્રમણોપાસકના દંડથી આજીવન મુક્ત છે.
તે આયુ પુરું થયે, આયુ છોડી સારી ગતિમાં ઉપજે છે. તે પણ પ્રાણો છે, તેથી તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
-
૮૬૧. ભગવાને દાખલો આપ્યોઃ- ગતિપ્રમાણે માણસો થાય છે. અરણ્યવાસી તાપસો, ગામને છેડે કયાંય પણ આવી વસે છે. તે શ્રમણોપાસકના દંડથી આજીવન મુક્ત છે. તે બહુ સંયમી નથી, તે ઘણી જાતના જીવો અર્થે બહુ
159