________________
૮૫૬. ભગવાને દાખલો આપ્યો:-પોતપોતાની ગતિ પ્રમાણે શ્રમણોપાસક થાય
છે, આવું વૃત્ત પૂર્વે પણ થયેલું છે. અમે મુંડન કરી, ઘર છોડી, પ્રવ્રજ્યા નહિ લઈએ. અમે ચૌદસ, આઠમ, પૂનમ અને અમાસને દિવસે સારી રીતે પોષધ કરી, વિચરીશું. અમે સ્થૂલ પ્રાણાતિપાતથી સ્થૂલ પરિગ્રહ સુધીનું પચ્ચખાન કરીશું. પોતપોતાની ઇચ્છાઓનું પ્રમાણ કરીશું. બે રીતે અને ત્રણ વાર અમારા અર્થે કાંઈ પણ નહિ કરીએ, નહિ કરાવીએ. તેનું પણ પચ્ચખાન કરીશું. કશું ખાધાવિના, પ્રીતિ કર્યા વિના, હાયા વિના, પલંગ અને આસનોનો ત્યાગ કરીશું. જ્યારે ત્યાં તેમનું મરણ થાય તો શું કહીએ? તે સમ્યક રીતે કાળ કરી ગયા, એમ કહીશું. તે પણ જીવો છે, ત્રસ છે, તે મોટી કાયાવાળા અને લાંબી સ્થિતિવાળા છે. આમ ઘણાખરા જીવો ત્યાં શ્રમણોપાસકના પચ્ચખાનથી સારા છે. અલ્પ જીવો માટે તે પચ્ચખાન સારું નથી. તેથી તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
૮૫૭. ભગવાને દાખલો આપ્યો:- પોતપોતાની ગતિ મુજબ શ્રમણોપાસક થાય
છે. આવો પ્રસંગ પૂર્વે પણ થયેલો છે. અમે મુંડન કરાવી, ઘર છોડી પ્રવ્રજ્યા નહિ લઈએ, અમે ચૌદસ, આઠમ, પૂનમ અને અમાસને દિવસે ઉપવાસ નહિ કરીએ. અમે મરણ પહેલાંની સંલેખના આનંદપૂર્વક કરીશું. ભાત પાણીનો ત્યાગ કરી મરણની ઇચ્છાવિના વિચરીશું. સર્વે પ્રાણાતિપાતથી પરિગ્રહ સુધીનું પચ્ચખાન કરીશું. ત્રણ રીતે, ત્રણ પ્રકારે, કાંઈ પણ નહિ કરીએ, ન કરાવીએ કે ન અનુમતિ આપીએ. આમ પલંગ અને આસન ત્યાગી કાળ કરે તો શું કહેવું? શ્રમણોએ કાળ કર્યો એમ કહેવું. આ પણ જીવો છે, ત્રસ છે, તેથી તમારું આ પ્રકારનું કહેવું સમજાય તેમ નથી.
157.