________________
શકાય. હવે તે જાતની જીવોના માટે સજા ન થાય? હા, ન થાય. હવે તેવા શ્રમણો વિહાર કરવા જાય, ચાર પાંચ કે છથી દસ વર્ષો, થોડાં ઓછાં કે વધુ વર્ષો પછી, વેશ ત્યાગી ઘેર વસવા જાય? હા, તે જાય. તેથી તે સર્વેને દંડ ન થાય? ના, આ અર્થ બરાબર નથી. સર્વે જીવો પહેલાં દંડપાત્ર હતા, પછી દંડમુક્ત થયા, હવે દંડમુક્ત નથી. પહેલાં સંયમ વિનાના, પછી સંયમયુક્ત અને હવે સંયમ વિનાના, તેથી જાણો કે અસંયમી જીવો દંડમુક્ત નથી. તે નિર્ચ થો આ જાણવું ઘટે.
૮૫૫. ભગવાને દાખલો આપ્યો -નિગ્રંથોને પુછીએ - હે નિગ્રંથો! અહીં
કોઈ પરિવાજો અને પરિવ્રાજકાઓ તીર્થના હેતુએ આવી ધર્મશ્રવણ કરવા આવે? હા, આવે. શું તેમને તે ધર્મ કહેવો? હા, કહેવો. શું તેમને ત્યાં સ્થાપીએ? હા, સ્થાપીએ. શું તેમની સાથે ભોજન કરીએ? હા, કરી શકાય. તે આ પ્રકારે વિહાર કરનારા, શું અહીંથી ચાલ્યા જાય? હા, જઈ શકે. શું તેવા સાથે ભોજન કરી શકાય? ના, તે અર્થે નહીં, તે બરાબર નથી. પહેલાં તે જીવો સાથે ન જમી શકીએ, પછી તે જ જીવો સાથે જમી શકીએ, અત્યારે તે જીવો સાથે જમી ન શકીએ. તે જીવો પહેલાં શ્રમણ હતાં નહિ, પછી શ્રમણ થયા, અત્યારે તે શ્રમણ નથી. તેથી જે શ્રમણ નથી તેની સાથે શ્રમણો ન જ જમી શકે. હે નિગ્રંથો આ જાણો, આ જાણવું ઘટે.
155