________________
૮૫૩. ભગવાન બોલ્યા, નિગ્રંથોને પુછીએ. હે નિગ્રંથો, આ લોકમાં
પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. આવા પ્રસંગો પૂર્વે થએલાં છે - જે માણસો મુંડન કરાવી, ઘેર છોડી, પ્રવ્રજ્યા લે, તેમને માટે આમરણ દંડ નહીં કરાય, પણ જે પ્રવજ્યા છોડી ઘેર પાછો આવે, તેને દંડ મુક્તિ નહિ મળે. હવે કોઈ શ્રમણ ચાર પાંચ વર્ષે કે છથી દસ વર્ષે, થોડાં ઓછાં કે વધુ વર્ષો પછી પોતાનો વેશ ત્યજી ઘેર જાય વસવા અર્થે? હા, તે વસવા જાય. ત્યારે તેને મારી નાંખે તો પચ્ચખાન ભંગ થાય? ના, એમ નહીં. તે શ્રમણોપાસક ત્રસજીવોને શિક્ષા ન કરે પણ સ્થાવર જીવોને શિક્ષા કરે, તો તેનું પચ્ચખાન ભાગે નહીં. હે નિગ્રંથો! આ જાણી લો, આ જાણવું ઘટે.
૮૫૪. ભગવાન બોલ્યા, નિગ્રંથોને પુછીએ, હે નિગ્રંથો! કોઈ ગૃહસ્થ કે તેના
પુત્રો, કે કોઈ તે જાતના કુળમાંથી ધર્મ સાંભળવાના હેતુએ અહીં આવે? હા, આવે. તેમને આ પ્રકારનો ધર્મ કહીશું? હા, કહી શકાય. તે આ પ્રકારનો ધર્મ સાંભળી શાંતિ મેળવે અને કહે કે - આ નિગ્રંથોનું પ્રવચન સત્ય છે, અનુત્તર કેવળજ્ઞાનથી પરિપૂર્ણ છે, તે શુદ્ધ છે, શલ્ય કાપે છે. તે છે સિદ્ધિમાર્ગ, મુક્તિમાર્ગ, મોક્ષમાર્ગ, નિર્વાણમાર્ગ. સત્યથી જોડે છે, સર્વ દુઃખો દૂર કરે છે, તેમાં સ્થિત થએલો જીવ સિદ્ધિ પામે, મુક્તિ પામે અને સર્વ રીતે નિવૃત્ત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે. હું ત્યાં આજ્ઞાથી જઈશ, ઊભો થઈશ, બેસીશ, સંતોષ પામીશ, ભોજન કરીશ, બોલીશ, ઉઠીશ, તેમ કરતાં, સર્વે પ્રાણોની સંયમપૂર્વક સારી રીતે યતના કરીશ, તે એમ કહેશે? હા, તે કહેશે. તો શું તે પ્રકારના પ્રવ્રજ્યા લે? હા, તે લે. તે મુંડન કરાવે? હા, કરાવે. શું તેમને શિક્ષણ આપીએ? હા, આપી શકાય. શું તેમને સ્થાપીએ? હા, સ્થાપી
153