________________
જ્યારે સ્થાવર સંભાર કર્મો પાકી ઉદયમાં આવે ત્યારે તે જીવો સ્થાવર કહેવાય. આયુ ક્ષીણ થાય ત્યારે સ્થાવર કાયાની સ્થિતિમાંથી છૂટી પરલોકે વર્તાય છે. તે પ્રાણો છે, ત્રસ પણ છે, તેમની કાયા મોટી હોય છે અને સ્થિતિ લાંબા કાળની હોય છે. તે પ્રાણો છે, ત્રસ પણ છે, તેમની કાયા મોટી અને સ્થિતિ લાંબી હોય છે.
૮૫૧. વાત કરતાં ઉદકે ભગવાન ગૌતમને કહ્યું - ભગવાન! એવો કોઈ પર્યાય
નથી કે જ્યારે શ્રમણોપાસક એક પ્રાણાતિપાતની વિરતિ કરી તેને શિક્ષા ન કરવી પડે. તેનો હેતુ શું? સંસારીઓ પણ જીવો છે, સ્થાવર જીવો ત્રસરૂપે વર્તાય છે, ત્રસજીવો પણ સ્થાવર જીવના રૂપે વર્તાય છે, સ્થાવર કાયામાંથી છૂટી, સર્વે ત્રસકાયામાં વર્તાય છે. ત્રસકાયામાંથી છૂટી સ્થાવર કાયામાં ઉપજે છે. તેથી જ અહીં જે સ્થાવર કાયામાં ઉપજે તે જીવો માટે આ સ્થાન ઘાતવાળું છે.
૮૫૨. ભગવાન ગૌતમ બોલ્યા:- હે ઉદક! અમારા, કહેવા મુજબ તેમ નથી.
તારા કહેવા મુજબ અહીં એક એવો પર્યાય છે, જેથી શ્રમણોપાસકનું પચ્ચખાન જે સર્વ પ્રાણીયોને દંડથી મુક્ત કરે. તેનો હેતુ શું? સંસારીઓ પણ જીવ છે ત્રસ પણ જીવ છે, જે સ્થાવર રૂપે વર્તાય છે. સ્થાવર પણ જીવ છે જે ત્રસરૂપે વર્તાય છે. ત્રસકાયામાંથી સર્વે છૂટી સ્થાવર કાયામાં ઉપજે છે, સ્થાવર કાયાઓમાંથી છૂટી ત્રસકાયાઓમાં ઉપજે છે. તેથી જ આ સ્થાન ત્રસકાયવાળા જીવોને માટે ઘાતવગરનું છે. તે પ્રાણી કહેવાય, તે ત્રસ પણ કહેવાય. તેમની કાયા મોટી છે, સ્થિતિ પણ લાંબી છે. મોટા ભાગના જીવો માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે, પણ અલ્પ જીવો માટે તે સારું નથી. આ પરિવિરતિથી ઘણા જીવોને શાંતિ મળે છે. તે માટે અન્ય કહે છે - એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક જીવ માટે પણ દંડ ન કરે. આ ભેદે પણ તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
151