________________
અધ્યાય છઠ્ઠો આર્દક વિષે”
૭૮૭. ગોશાલક આર્તકને કહે છે -
હે આદ્રક! આ પૂર્વેની કથા સાંભળ!પૂર્વે એક એકલ વિહારી શ્રમણ હતો. તે અનેક ભિક્ષુઓને દોરતો હતો તેની કથા વિસ્તારથી સાંભળ.
૭૮૮. તે અસ્થિર શ્રમણે આજીવીકા પ્રસ્થાપિત કરી, ભિક્ષુઓની સભામાં તે જાય
છે અને ગાય છે. તે ઘણા જનોને ઉપદેશ આપે છે. અને પ્રવચનનું પ્રયોજન કહે છે. તેથી આમ તે પૂર્વેથી સંધાતો નથી.
૭૮૯. અત્યારે તે ભલે એકલો જ અહીં હોય, તે પૂર્વેનું અને અત્યારનું આમ બેનો
મેળ સાધતો નથી. પૂર્વેનું, અત્યારનું કે ભવિષ્યનું હોય તેમાંથી તે શ્રેષ્ઠ સાધે છે, એમ આદ્રક કહે છેઃ
૭૯૦. લોકોની સાથે ત્રસ અને સ્થાવર જીવોને શ્રેમ કરે છે. આ શ્રમણ બ્રાહ્મણ, તે
હજારોમાં ઉપદેશ આપે તો પણ તે શ્રેષ્ઠ ધર્મનો સાચો અર્થ કહે છે.
૭૯૧. સાંત, દાંત અને જિતેંદ્રિય ધમોપદેશ આપે તેમાં દોષ નથી.
તે ભાષાના સર્વ દોષોને વર્ય કરી સારાં વચનોથી ઉપદેશ આપે છે.
૭૯૨. પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, પાંચ આશ્રવો અને પાંચ સંવરો તે પાળે છે
અને શ્રમયની વિરતિ ધારી તે આત્મશક્તિવાળો ધર્મ કહે છે.
૭૯૩. ગોશાલક કહે છે:
અમે ઠંડું પાણી અને બીજકાયા વાપરીએ છીએ. આધાં કર્મો અને સ્ત્રીસંગ સેવન કરીયે છીએ. એકંત ચારી તાપસો અમારા ધર્મમાં જે છે તેમને તેથી પાપ અડતું નથી.
-
131