________________
૮૩૫. તે ધર્મોપદેશ, ધર્મને બરાબર જાણ્યાં વિના જ કરે છે, આ લોકનું જ્ઞાન,
કેવળ જ્ઞાનવિના કોઈ પણ જાણે નહીં. તેથી તે પોતાનું અને પરનું પણ બગાડે છે, અને આ ઘોર સંસારમાંથી તરી બીજી પાર નથી જતો.
૮૩૬. કેવળ જ્ઞાનથી આ લોકને જાણે છે, તે સારા જ્ઞાન વડે સમાધિ કરે છે, તે
ધર્મને સમ્યક રીતે કહે છે, પોતાને અને પરને પણ તે તારે છે.
૮૩૭. જેનાં ચરણો સેવવાં લોકો આવે છે, અને જે ગઈશાના સ્થાને જ વસે છે, તે
બન્નેનો દાખલો સમાન હોય, તેમ તું કહે છે. તે આયુષ્યમાન! આ વિપરીત છે.
૮૩૮. હસ્થી તાપસ કહે છે:
અમે એક વર્ષે એક મહાગજને બાણથી મારીએ છીએ, તે બીજા જીવોની રક્ષા ખાતર જ, આમ અમે એક વર્ષ સુધી જીવન ગુજારીએ છીએ.
૮૩૯. આર્દિક કહે છે -
ભલે તમે એક વર્ષે એક જીવને હણો છો, પણ તેથી તમે તે અનિશ્ચિત દોષ વહોરો છો. બીજા જીવોને ન હણવાથી તે દોષ ભલે ન લાગે, પણ નાના દોષ વડે, તમે ગૃહસ્થ જેવા જ થયા છો.
૮૪૦. દર વર્ષે એક જ જીવ મારવાથી શ્રમણ વ્રતમાં તમે અનાર્યોની જેમ
આત્માનું અહિત કરો છો. તે રીતે હિંસા કરી કેવળ જ્ઞાન ન મળે.
૮૪૧. બુદ્ધની આજ્ઞા પ્રમાણે આ સમાધિમાં જે માણસ સ્થિર થાય છે, તેને ત્રણ
રીતે રક્ષણ મળે છે. આ સંસારના મોટા પ્રવાહવાળો સમુદ્ર તરવા આત્માની જેમ ધર્મનો ઉપદેશ કરે.
આમ હું કહું છું. અધ્યાય છઠ્ઠો સમાપ્ત.
143