________________
૮૨૭. સર્વ જીવોની હિંસાને લઈ અને હિંસાની શંકાએ જુગુપ્સા કરી, તે સંયમી,
તેવા પ્રકારનું ભોજન નથી કરતાં. આ છે સંયમી સાધુઓનો ધર્મ.
૮૨૮. આ છે નિગ્રંથ ધર્મની સમાધિ, તેમાં સ્થિર થઈ બેફિકર થઈ વિચરે. જ્ઞાની
મુનિ, શીલગુણોયુક્ત હોવાથી અહીં સત્કાર અને સન્માન મેળવે છે.
૮૨૯. વેદાંતિક કહે છે -
જે બે હજાર બ્રાહ્મણ સ્નાતકોને નિત્ય જમાડે છે, તે પુણ્યનો મોટો ભાગ મેળવે છે અને દેવ થાય છે એમ વેદમાં કહ્યું છે.
૮૩૦. આદ્રક કહે છે -
જે બે હજાર બ્રાહ્મણ સ્નાતકોને પોતાના કુળના ઘરે જમાડે છે, તે ગાઢ આસક્તિથી ઘણાંજ દુ:ખવાળા નરકે જાય છે.
૮૩૧. દયાધર્મની દુશંછા કરી, વધ કરતાં ધર્મની પ્રશંસા કરે અને એક પણ તે
જાતનું ખાય, તો તે શીલભ્રષ્ટ નીચે નરકમાં જાય છે. તે દેવલોકે કેમ કરી જાય?
૮૩૨. સાંખ્ય ક્રિયાવાદી કહે છે -
આપણે બન્ને ધર્મમાં સંસ્થાપિત થઈ, આ કાળે ધર્મનો ઉપદેશ આપીએ છીએ. આ સંસારે વિશેષ કશું છે નહિ. આચાર અને શીલવાન આપણે, ધર્મોપદેશ આપીએ છીએ.
૮૩૩. આ મહાન પુરૂષનું રૂપ અવ્યક્ત છે, તે સનાતન, અક્ષય, અને અવ્યય છે.
આ જગમાં સર્વ પ્રાણીઓમાં જેમ ચંદ્રમા સર્વ તારાઓમાં શ્રેષ્ઠ છે તેમ તે સર્વશ્રેષ્ઠ છે.
૮૩૪. આદ્રક કહે છે -
તે અમાપ છે, અચલ છે, તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સેવક, શુદ્રો, કીડા, પંખી, સાપ અને સર્વે માણસો પણ દેવલોક જ હોય.
*
-
141