________________
૮૧૮. પુરૂષ વિષે વિજ્ઞપ્તિ આમ ન હોય, ખાલી અનાર્ય જ તે તેથી કહેવાય. પુરૂષને ખોળની પિંડ કોણ માનશે ? આવું જે બોલે તે અસત્ય કહે છે.
૮૧૯. જે વાચાથી વધ થાય તેવી ભાષા ન જ બોલે. આવું ખરાબ વચન, સ્થાન વિનાનું છે. જે બોલે તે જાનવરો જેવો છે.
૮૨૦. હવે તમે આ અર્થ સમજ્યાં, સૂક્ષ્મ જીવો માટે શુભચિંતન કરો. પૂર્વનો સમુદ્ર શાનથી અપાર છે અને પુષ્ટ છે જેના જ્ઞાનથી આ લોક જાણે હથેલીમાં છે તેમ દેખાશે.
૮૨૧. સૂક્ષ્મ જીવોનું શુભચિંતન કરી આહાર વિધિપૂર્વક શોધી ભોજન કરે. જે ગુપ્ત રીતે જીવન ગુજારે છે તેને ઉઘાડે નહિ આ છે સંયમી સાધુઓનો ધર્મ.
૮૨૨. જે નિત્ય બે હજાર ભિક્ષુ સ્નાતકોને જમાડે છે, તે સંયમહીનના હાથો લોહીથી ભરાયેલાં છે, જેથી આ લોકે તે ગર્હણા પામે છે.
૮૨૩. ખાવાના હેતુએ પુષ્ઠ ઘેટાને અહીં તે મારી નાંખે છે, તેના માંસને તેલ અને મીઠું લગાડી પકાવે છે અને પીપર (મી) ભભરાવી તૈયાર કરે છે.
૮૨૪. તેવું માંસ તે ઘણું આરોગે છે, તે કહે છે અમને પાપની રજ ન લાગે. તે રસલંપટ, અનાર્યો આમ કહે છે.
૮૨૫. જે આ પ્રકારનું ખાય છે, તે અજ્ઞાનથી સેવન કરે છે. કુશળ માણસો તેનું મન પણ ન કરે, આવી વાત જે કહે તે અસત્ય કહે છે.
૮૨૬. સર્વે જીવો પર દયાની દૃષ્ટિથી બધાં સાવર્જ દાનને તે વર્જ કરે છે. તે જ શંકાથી મહર્ષિ જ્ઞાતપુત્રે, તેમના અર્થે બનાવેલ ભોજનનો ત્યાગ કર્યો છે.
139