________________
૮૧૦. આ ઉદય પહેલો કે છેલ્લો નથી, એમ બે ઉદય વિષે કહે છે. જે ઉદય વડે આદિ અને અનંત પ્રાપ્ત થાય, તે ઉદય જ રક્ષણહાર મેળવે છે, તે જણાય છે.
૮૧૧. સર્વ જીવો પર અનુકંપા કરતાં, અહિંસા પાળે છે. કર્મ ખપાવવા ધર્મમાં સ્થિર હોય છે. અજ્ઞાની પોતાના આત્માને દંડે છે. પોતાના પાપી આચરણથી, તે મૂર્ખ વર્તે છે.
૮૧૨. બુદ્ધ ભિક્ષુ કહે છે ઃ
ખોળના પિંડને માણસ સમજી શૂળી પર વીંધે અને પકાવે, અથવા કોઈ કુમારને તુંબડું માની પકાવે તો તે પ્રાણવધથી અમને પાપ લાગે.
૮૧૩. અથવા કોઈ આંધળાને શૂળી ઉપર વીંધી ખોળનો પિંડ માની પકાવે કોઈ કુમારને પણ તુંબડું માની પકાવે તો અમને તે પ્રાણવધ કરવાથી પાપ ન લાગે.
૮૧૪. પુરૂષને કે કોઈ કુમારને શૂળી ઉ૫૨ વીંધી અગ્નિથી પકાવે, પછી તેને ખોળની પિંડ ઉપર મૂકે તો તે બુદ્ધના પારણા માટે કલ્પે છે.
૮૧૫. જે બે હજાર ભિક્ષુ સ્નાતકોને નિત્ય ભોજન કરાવે છે. તે પુણ્યનો મોટો ભાગ મેળવી, સારૂપ દેવલોકે મહાશક્તિશાળી દેવ થાય છે.
૮૧૬. આર્દ્રક કહે છે :
જે સાધુઓ પ્રાણહિંસા માટે તૈયાર થાય છે તેમનું આ અયોગીનું રૂપ થાય. આમ જે બોલે અને જે સાંભળે તે બન્ને દુષ્ટ અને અજ્ઞાની કહેવાય.
૮૧૭. ઉપર નીચે અને તિર્યક દિશાઓમાં જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવો છે, તેમને દુઃખ થતું હોય એવી શંકાથી તેમને જુગુપ્સા ઉપજે છે. તે પોતે ગમે ત્યાં અને સમયે પણ હોય, તે કહે છે.
137