________________
૮૦૨. ત્યાં બુદ્ધિમાન, ચતુર માણસો, વિદ્વાન હોય છે, જે સૂત્રોનો અર્થ
નિશ્ચયથી જાણે છે. કદાય કોઈ એક સવાલ કરે તેવી શંકા વડે તે ત્યાં નથી આવતો.
૮૦૩. આર્દિક કહે છે:
તે સ્વચ્છેદથી બાળક્રીડા ન કરે, જે રાજાનો પણ સામનો કરે છે, તેને શાનો ડર હોય? તે પ્રશ્નોનો જવાબ દે છે અને લોકોમાં જાગૃતિ લાવે છે. આમ તે શુભ ઇચ્છાનાં જે આર્યો કરે, તેવા જ કૃત્યો કરે છે.
૮૦૪. આશુપ્રજ્ઞ ત્યાં જાય કે ન જાય, તો પણ તે શુભ, લોકજાગૃતિ કરે છે. ત્યાં
બધેય અનાર્ય દર્શનના સાધુઓ હોવાની, તેને શંકા ઉપજવાથી તે ત્યાં જતો નથી.
૮૦૫. ઉત્કર્ષના હેતુવાળો વણિક માલ વેંચી આવક થાય તે હેતુએ લોકોનો સંગ
કરે છે. હું માનું છું કે જ્ઞાત પુત્ર પણ તે જ પ્રમાણે ધર્મવૃદ્ધિ અર્થે લોકોનો સંગ કરે છે.
૮૦૬. નવાં કર્મો ન કરી જાનાં કર્મોને ધોવે છે. અમતિનો ત્યાગ કરી તે સાથેના
લોકોને તારે છે. આથી તે બ્રહ્મચર્ય વૃત્તિથી શ્રમણ કહેવાય છે.
૮૦૭. વણિકો જીવ હિંસા કરે છે. તે સ્વાર્થ માટે માયાથી પરિગ્રહ કરે છે. તે
સંબંધીઓનો સંગ છોડયાં વિના આવકના હેતુએ બીજાનો સંગ કરે છે.
૮૦૮. તે ધનનીઇચ્છા કરતો મૈથુનમાં આસક્તિ રાખે છે. તેનો ભોગ ભોગવે.
તેથી વણિક કહેવાય છે. લોભથી તે અનાર્ય વિષય લંપટ થાય છે.
૮૦૯. હિંસા અને પરિગ્રહ કરે છે, તેથી ઉત્સાહમાં આવી તે આત્માને દંડે છે.
તેને જે ઉદય કહે છે તે આ સંસારમાં અનંત દુ:ખ પામે છે.
135 .