________________
અધ્યાય સાતમો નાલંદા વિષે
૮૪૨. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રિદ્ધિ અને સિદ્ધિથી સમૃદ્ધ
હતું. તે રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં નાલંદા નામે ઉપનગર હતું. ત્યાં સેંકડો ભવનો અને નિવાસસ્થાનો હતાં. તે ઘણું જ રળિયામણું લાગતું.
૮૪૩. તે નાલંદાના ઉપનગરે લેપ નામે ગૃહસ્થ રહેતો હતો. તે બહુ શ્રીમંત
હતો. તેણે અડધું ધન દાનમાં આપ્યું હતું. તે ઘણાં મહેલો અને વિસ્તીર્ણ ભવનોનો માલિક હતો. ત્યાં ઘણાં શયનાસન, યાન, વાહનો હતાં. તેની પાસે વિપુલ ધન ધાન્ય હતાં. તે અનેક જાતની પ્રવૃત્તિઓ યોજતો અને કરાવતો. તેનું રસોડું સદા પ્રચુર ખાનપાને ભરેલું હતું. તે ઘણા દાસ, દાસીઓ, ગાયો, ભેંસો, બળદો, પાડાઓનો માલિક હતો. તેની સેવામાં ઘણાં માણસો અને ચાકર હતાં. તે ગૃહપતિ શ્રમણોપાસક હતો. તે જીવ અને અજીવનો જાણકાર હતો.
૮૪૪. ત્યાં નાલંદાની ઈશાન ખૂણાએ લેપની ઉદકશાળા હતી. ત્યાં સેંકડો
સ્તંભવાળાં રહેઠાણો હતાં. તે ઘણી જ મનોહર દેખાતી. તે ઉદકશાળાની ઈશાન ખૂણે, હસ્તીયા નામે કાળા રંગનું વન હતું.
૮૪૫. તે ગૃહ પ્રદેશમાં ભગવાન ગૌતમ વિહરતાં હતાં. ત્યાં આરામગૃહમાં તે
સ્થિર થએલા હતાં. પેઢાલપુત્ર ઉદક ભગવાન પાર્શ્વનો અનુયાયી મેતાર્ય ગોત્રનો હતો. તે ભગવાન ગૌતમ સમીપ ગયો અને બોલ્યો - ભગવાન ગૌતમ! મારે કેટલાક સવાલ તમને પૂછવા છે. તેનો ખુલાસો આપ મને કહો. ભગવાન
145