________________
ગૌતમે કહ્યું - તે મને કહે તેથી મને શાંતિ થાશે.
૮૪૬. (૧) ઉદકે ભગવાન ગૌતમને કહ્યું - ભગવાન ગૌતમ! અહીં
કુમારપત્રિકા નામે, શ્રમણ નિગ્રંથો, તમારાં જેવાં જ પ્રવચન કરે છે. તે ગૃહસ્થોને કે જે શ્રમણોપાસક છે, તેમને આ પ્રમાણે પચ્ચખાન લેવરાવે છે. કોઈ પણ રાજાની કે અધિકારીની આજ્ઞાસિવાય, ગૃહપતિને ચોર પાસેથી મુક્ત કરવા સિવાય, ત્રસ જીવોની હિંસા નહિ કરીએ. તેમનું આ પચ્ચખાન દોષ ભરેલું છે. જે પચ્ચખાન લેવરાવે છે, તે પણ દોષવાળું પચ્ચખાન લેવરાવે છે. આમ તે પચ્ચખાન લેવરાવી નિયમનો ભંગ કરે છે. આનો શું હેતુ? સંસારીઓ પણ જીવ છે, સ્થાવરો પણ જીવ છે, જે ત્રસજીવો રૂપે દેખાય છે. તે ત્રસ જીવો પણ પ્રાણ છે, સ્થાવર રૂપે પ્રત્યાય છે. સ્થાવર કાયામાંથી છૂટી ત્રસકાયામાં ઉપજે છે. સ્થાવર કાયામાંથી ત્રસકાયામાં દેખાય છે, અને ત્રસકાયામાંથી સ્થાવર કાયામાં ઉપજવાથી તે સ્થાન ઘાતવાળું થાય છે.
(૨)
જે પચ્ચખાન કરે છે તેમનું સારું પચ્ચખાન થાય છે. જે પચ્ચખાન લેવરાવે છે, તે સારું પચ્ચખાન લેવરાવે છે. આથી તે જ્યારે બીજાને પચ્ચખાન લેવરાવે છે તેથી તે પ્રતિજ્ઞા ભંગ નથી કરતાં. કોઈ અધિકારવિના ગૃહપતિને ચોરથી છોડાવવા સિવાય, અમે ત્રસજીવોને નહિ હરિયે. આમ ભાષા પરિક્રમે, તે ક્રોધ, અને લોભ માટે પણ પચ્ચખાન લેવરાવે છે. આ દૃષ્ટિએ પણ તે મને સમજાતું નથી. હે ગૌતમ! કહો શું તમને પણ આ રૂચે છે?
૮૪૭. ત્યારે ભગવાન ગૌતમે ઉદકને કહ્યું:- ના, અમને તે રૂચતું નથી. જે શ્રમણ
માહણ આમ કહે છે, તે શ્રમણ નિગ્રંથોની ભાષા નથી બોલતાં, તે કહે છે અસત્ય, આમ તે શ્રમણોપાસકોને પણ, અસત્ય કહે છે, કે જે અન્ય જીવો
147