________________
૭૮૩. અક્ષય અને અશેષ પણ છે, છતાં સર્વ દુઃખો વર્તે છે
વધ કરેલા જીવનો વધ કરી ન થાય, એમ કહે નહીં.
૭૮૪. તે ભિક્ષુ સમ્યક આચારવાળો દેખાય છે, તેવું જીવે છે પણ
તે મિથ્યા જીવન વૃત્તિથી જીવે છે એવી દષ્ટિ ન ધારવી.
૭૮૫. તે દક્ષિણા ઉપર આધાર રાખે છે કે નહીં તેમ ન બોલે
તે વિષે બુદ્ધિમાનને જાગૃતિ કરે નહીં, શાંતિ માર્ગ જ પ્રવેદે.
૭૮૬, જીન દ્રષ્ટિએ આ સ્થાનો સંયમવાળા છે,
તે આત્મતાથી ધારણ કરી મોક્ષ માર્ગે ચાલી જાય.
આમ હું કહું છું. અધ્યાય પાંચમો સમાપ્ત.
129