________________
૭૬૩. જે અહીં માંસાહારી છે, તે કર્મ બાંધે છે. સર્વ જગ્યાએ વીર્ય છે,
તેથી વીર્ય નથી એમ ન કહે.
૭૬૪. આ બન્ને સ્થાનોએ વ્યવહાર વિદ્યમાન નથી,
તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
૭૬૫. લોક કે અલોક નથી એવી સંજ્ઞા ન કરે,
આ લોક અને અલોક છે એવી સંજ્ઞા કરે..
૭૬૬. જીવ અને અજીવ નથી એવી સંજ્ઞા ન કરે,
પણ જીવ અને અજીવ છે એવી સંશા કરે.
૭૬૭. ધર્મ કે અધર્મ નથી એવી સંજ્ઞા ન કરે, પણ
ધર્મ અને અધર્મ છે એવી સંશા કરે.
૭૬૮. બંધ અને મોક્ષ નથી એવી સંજ્ઞા ન કરે, પણ
બંધ અને મોક્ષ છે એવી સંશા કરે.
૭૬૯. પુણ્ય અને પાપ નથી એવી સંજ્ઞા ન કરે પણ
પુણ્ય અને પાપ છે એવી સંજ્ઞા કરે.
૭૭૦. આશ્રવ અને સંવર નથી એવી સંજ્ઞા ન કરે પણ
આશ્રવ અને સંવર છે એવી સંજ્ઞા કરે
૭૭૧. વેદના અને નિર્જરા નથી એવી સંજ્ઞા ન કરે પણ
વેદના અને નિર્જરા છે એવી સંજ્ઞા કરે.
૭૭૨. ક્રિયા અને અક્રિયા નથી એવી સંજ્ઞા ન કરે પણ
ક્રિયા અને અક્રિયા છે એવી સંજ્ઞા કરે.
125