________________
અધ્યાય પાંચમો અનાચાર વિષે
૭૫૪.બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવા, આશુપ્રશ્ને આમ કહ્યું છે,
આ ધર્મમાં અનાચારથી કયારેય વર્તે નહીં, જરા પણ નહીં.
૭૫૫. આ લોક અનાદિ છે તે જાણી, તે આદિ છે એમ ન કહે. વળી તે શાશ્વત છે તે જાણી અશાશ્વત છે એમ ન બોલે.
૭૫૬. આ બન્ને સ્થાનથી વ્યવહાર થાય નહીં અને થતો નથી. તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
૭૫૭. સર્વે જીવો કે જે સુખી છે, તેમનો નાશ થશે એમ જ્યોતિષી કહે છે, તે શાશ્વત છે એમ ન કહે.
૭૫૮. આ બન્ને સ્થાનોમાં વ્યવહાર થાય નહીં તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં કહેવાય છે.
૭૫૯. નાના અને મોટા જીવોનું વે૨ સ૨ખું જ હોય છે, તેથી સરખું નથી એમ ન કહે.
૭૬૦. આ બન્ને સ્થાનથી વ્યવહા૨ વિદ્યમાન નથી, તેથી તે બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
૭૬૧. પોતપોતાના કર્મો એક બીજા ભોગવે છે. તે કર્મોથી ઉપલિપ્ત છે એમ જાણી, તે ઉપલિપ્ત નથી એમ ન કહે.
. ૭૬૨. આ બન્ને સ્થાનોએ વ્યવહાર વિદ્યમાન નથી, તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
123